________________
૮ મું] શાયત, ભૃગુઓ અને હૈહયે
[ ૨૯ મહાભારત ચ્યવનના તપસ્થાનને વૈદૂર્ય પર્વત (સાતપૂડા) અને નર્મદા નદીની વચ્ચેના પ્રદેશમાં ગણાવે છે. એમાં એક અન્ય સ્થળે અવનના આશ્રમને વિશ્વમિત્રા (વિશ્વામિત્રી) નદીની ઉત્તરે મનાક પર્વત પાસે આવેલા અસિત પર્વત પર જણાવવામાં આવ્યો છે. એમાંના અન્ય નિર્દેશક અનુસાર દિવસે પશ્ચિમ સમુદ્રમાં વાસ કરનાર કાલેય દાનવો રાત્રે આવી અવનના આશ્રમને રંજાડતા. આ પરથી ફલિત થાય છે કે ચ્યવન કે એના વંશજોને વાસ સમુદ્રની સમીપમાં હશે. આમ અવનને આશ્રમ નર્મદાના મુખ સમીપે કે ત્યાંથી ડે દૂર ઉત્તરે કે દક્ષિણે) હેવો જોઈએ. ભારુકચ્છ દેશનું નામ આગળ જતાં ભૃગુક્ષેત્ર પડ્યું અને ભરુકચ્છ નગર ભૃગુકચ્છ તરીકે ઓળખાયું એ હકીકત આ અનુમાનનું સમર્થન કરે છે. "
અવનની ખ્યાતિ વૈદિક તેમજ પૌરાણિક સાહિત્યમાં પુનયન પ્રાપ્ત કરનાર વ્યક્તિ તરીકેની છે. ઋગ્વદમાં ૪ બચ્યવાન નામથી ઓળખાતા ભૃગુવ અશ્વિની કૃપા વડે પુનયૌવન પ્રાપ્ત કર્યાને ઉલેખ છે. એ જ ગ્રંથમાં ઈન્દ્રપૂજક પથ તૂર્વયાણના વિરોધી તરીકે પણ અવનને નિર્દેશ થયો છે, ૫ અને અશ્વિને સાથે એમને વિશેષ સંબંધ બતાવે છે. આ વાતને મહાભારત અને પુરાણમાં આવતા યવનની યૌવનપ્રાપ્તિ વિશેના પ્રસંગમાં વણું લેવામાં આવી છે.
શર્યાતિએ સુકન્યા અવનને આપી એ વિશે ઉલ્લેખ આગળ થયો છે. ત્યાર પછીને પ્રસંગ શતપથ બ્રાહ્મણ નીચે પ્રમાણે આપે છેઃ
ફરતાં ફરતાં આવી ચડેલા અશ્વિનકુમારોએ સુકન્યાને પ્રેમ મા ને અવન જેવા દૂબળા પાતળા પતિને ત્યજી પિતાની સાથે રહેવા કહ્યું. પિતાની આજ્ઞામાં રહેતી સુકન્યાએ અશ્વિની માગણે નકારી કાઢી ને જીવનપર્યત પતિને સાથ ન છેડવાને પિતાને નિર્ણય જણાવ્યો. ઋષિ વ્યવને આ સાંભળી સુકન્યાને કહ્યું કે અશ્વિનોને તેઓ અપૂર્ણ હોવાની વાત કહેવી ને જ્યારે તેઓ પિતાની અપૂર્ણતાને પ્રકાર જણાવવાનું પૂછે ત્યારે તારે પહેલાં “મારા પતિને જવાન બનાવો” એવી શરત રજૂ કરવી. અશ્વિનએ એ કબૂલ રાખ્યું. સુકન્યાએ અશ્વિના આદેશ અનુસાર ચ્યવનને સરોવરમાં ડૂબકી મરાવી, તેથી ચ્યવને ઈચ્છિત વય પ્રાપ્ત કર્યું. હવે એમણે પિતાની અપૂર્ણતાને પ્રકાર પૂછાતાં પ્રશ્નના ઉત્તરમાં અવને કહ્યું કે કુરુક્ષેત્રમાં થતા યજ્ઞમાંથી દેવોએ તમને બાકાત રાખ્યા છે. આથી અશ્વિનેએ દેવ પાસે જઈ પિતાને યજ્ઞમાં સામેલ કરવા માગણી કરી, પણ અશ્વિને રોગીઓ સાથે ભળતા હોવાથી દેએ એમ કરવા ના પાડી,