________________
૨૮]
ઇતિહાસના પૂર્વભૂમિકા રાજવંશ ઉદ્ભવ્યા. એવી રીતે ઋષિકુળની ઉત્પત્તિ પણ કઈ ને કઈ દેવ સાથે સાંકળવામાં આવી છે, જ્યારે પુરાણોમાં એમની ઉત્પત્તિ બ્રહ્મામાંથી થઈ હોવાનું કહ્યું છે. ભૃગુ બ્રહ્માના પુત્ર હોય કે વરુણના પુત્ર, કઈ દેવના પુત્ર હોવાનું અનુશ્રુતિઓ જણાવે છે એ મહત્ત્વનું છે.
વૈદિક પરંપરામાં માનભર્યું સ્થાન મેળવનાર ભૃગુઓની કર્મભૂમિને સ્પષ્ટ ખ્યાલ મહાભારત અને પુરાણની અનુકૃતિઓમાં મેળવી શકાય છે.
ગુજરાતના અતિ પ્રાચીન બંદર ભક૭૫૦ (ભરૂચ) કે ભૃગુકચ્છ સાથે જેમનું નામ સંકળાયેલું છે તેવા ભૃગુઓ કે ભાર્ગવ ગુજરાત વિશેની એતિહાસિક અનુશ્રુતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
અનુકૃતિઓમાં ભૃગુઓ એ અતિ પ્રાચીન ઋષિકુળ છે. બ્રહ્માના આઠ પુત્રો તરીકે ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલરત્ય, પુલહ અને ક્રતુને ઉલ્લેખ છે. ગીતાનું “મનાં મૃદું વિધાન કપિવર્ષ ભૃગુએ મેળવેલી પ્રતિષ્ઠાનું સૂચક છે. ભૃગુઓ સમર્થ પુરોહિત હતા. રાજાનાં વિદનેના નિવારણ અર્થે મંત્રતંત્રમાં કુશળ પુરોહિતની જરૂર રહેતી, ને રાજાને પુરોહિત અર્થવને જાણકાર હોવાનો આગ્રહ રખાત.૫૩
ભૃગુના બંને પુત્રપ૪– ઉશનસ કાવ્યપ" અને વ્યવન સમર્થ પુરોહિત હતા. ઉશનસ્ કાવ્ય અસુરના પુરોહિત હતા ને એ સમર્થ પુરોહિતને પિતાને પક્ષે કરવા દેએ લલચાવ્યા. ઉશનસ શુક્રની માફક એમના ભાઈ અવન પણ પ્રખ્યાત પુરુષ નીવડ્યા.
અવનના જન્મ વિશે પુરાણોમાંપ૭ સંક્ષિપ્ત ઉલ્લેખ છે કે કોઈ દૂર કર્મને પરિણામે ભૃગુપત્ની પૌલેમીને ગર્ભ આઠમે ભાસે ચુત થયે તેથી એ બાળક
અવન” કહેવાય. મહાભારતમાં ૫૮ આને વિસ્તાર નીચે પ્રમાણે છે: ભૃગુની પત્ની પુલેમા(પીલીમી)ને રાક્ષસ પુલમે ભૃગુના આશ્રમમાં જોઈ. પહેલાં પુલેમાને પુલોમે પસંદ કરેલી ને એ એને પોતાની પત્ની ગણત, તેથી રાક્ષસે એનું હરણ કર્યું. સગર્ભા પુલેમાએ અતિ વિલાપ કર્યો.૫૯ એને ગર્ભ ચુત થયો તે બાળક ચ્યવન.
અવનના સમયથી ભૂગુઓની ઘણી વ્યક્તિઓ ગુજરાત સાથે સંકળાયેલી છે. ચ્યવન ગુજરાતના શાયત રાજકુળ સાથે સંકળાયેલા હતા એ આગળ જોયું. 9.