________________
૮ મું]
શાયત, ભૃગુએ અને હૈહવે
૩. ભૃગુઓ અને હૈહયા અગ્નિ ભૃગુઓની ભેટ છે'.૩૮ આર્યોને અગ્નિપૂજાને વારસો આપનાર ભૃગુઓ હતા,૩૯ કારણ કે કદમાં ભૃગુઓ મુખ્યત્વે અગ્નિપૂજા સાથે સંકળાયેલા દેખા દે છે. તેઓ અગ્નિ પ્રગટાવવાની કળામાં કુશળ લેખાયા છે. ઋગ્વદનાં બેથી સાત મંડલના મંત્રદ્રષ્ટા તરીકે અનુશ્રુતિમાં ખ્યાતિ મેળવનાર ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ આદિ ઋષિકુળની જેમ ભૃગુઓ વેદ અને સપ્તસિંધુ પ્રદેશ સાથે છે સંબંધ ધરાવતા હોય એમ લાગે છે.
અથર્વવેદનું કર્તવ ભૃગુઓ સાથે સંકળાયેલું છે. ૪૨ અથર્વવેદમાં અથર્વન (પવિત્ર જાદુ) ને અંગિરસ (આભિચારિક જાદુ) મંત્રોને સમાવેશ થતો હોવાથી આ વેદને “અથર્નાગિરસ પણ કહ્યો છે. ગુલિક ઉપનિષદ(૧૦)માં ભૃગુઓને અથર્વમાં શ્રેષ્ઠ કહ્યા છે. ને “અથર્વન' શબ્દ અનિપૂજક પુરોહિત અર્થે પણ વપરાતે.૪૩ “અથર્વ ને સ્થાને ક્યારેક ભૃગુ” શબ્દ પણ અંગિરસ સાથે જોડાતો, તેથી અથર્વવેદ “ભૂવૅગિરસ' નામે પણ ઓળખાતો.૪૪
અથર્વવેદ દ કરતાં કોઈ જુદી જ ભૂમિકા પર સર્જાયે છે. વેબરના૪૫ મંતવ્ય પ્રમાણે અથર્વવેદનું સર્જન પશ્ચિમ ભારતની ભૂમિ પર થયું લાગે છે. વરુણપૂજક ને અગ્નિપૂજક ભૃગુઓ અને અંગિરસની કર્મભૂમિ પશ્ચિમ ભારત હોવી સંભવે છે. ભૃગુના પિતા વરણ કહ્યા છે. ૪૬ ભૃગુને બ્રહ્મવિદ્યા પણ વરણ પાસેથી મળી.૪૭ વરણ જલ તેમજ પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા મનાતા.૪૮ પશ્ચિમ દિશાના પર્યાયવાચી શબ્દ “વારણ”નું મૂળ વરુણ સાથે જોડાયેલું છે. અનુકૃતિઓમાંથી મળતા ઉપરના પુરાવા પરથી કહી શકાય કે ભૃગુઓ પશ્ચિમ ભારત સાથે વધુ સંકળાયેલા હશે.
કદમાં ભૃગુકુળની વિભૂતિઓ વિશેના નિર્દેશ આછા હોવાથી, ભૃગુઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા, ભૃગુઓ વિશે વધુ માહિતી આપતા અથર્વવેદ, બ્રાહ્મણગ્રંથે, મહાભારત અને પુરાણ પર મુખ્યત્વે આધાર રાખવો પડે, છતાં પછીના ગ્રંથમાં જળવાયેલી ભૃગુઓને લગતી અનુકૃતિઓને સમર્થન કદના આછા પાતળા ઉલ્લેખો પરથી મળે છે ખરું.
અનુકૃતિઓમાં રાજાઓનાં તથા ઋષિઓનાં કુળની ઉત્પત્તિ દૈવી બતાવી છે. મનું વિવસ્વત(સૂર્ય)માંથી ઉત્પન્ન થયા ને મનુ વૈવસ્વતમાંથી ભારતના