________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
[.
યાદવોએ શ્રીકૃષ્ણ વાસુદેવના સમયમાં કર્યો ત્યારે રૈવત કકુધીના રાજ્યને અનેકાનેક પેઢીઓ થઈ ગઈ હતી. બલદેવ વાસુદેવની પત્ની રેવતી રેવતના કેઈ દૂરના વંશજની પુત્રી હવાને સંભવ છે, કારણ કે રેવત કકુધી મનુ વૈવસ્વત પછી ચેથી કે પાંચમી પેઢીએ થયે, જ્યારે બલદેવ વાસુદેવ ૫૬મી પેઢીએ થયા. કાલાન્વયની આ અસંગતતા દૂર કરવા બ્રહ્મલકને લગતી આ પુરાણકથા ઉપજાવી કાઢેલી જણાય છે.
આમ શાયત વંશમાં રેવત કથુધી પછી બીજા અનેક રાજાઓ થયા હશે, જેઓનાં નામ વિસ્મૃતિમાં વિલુપ્ત થયાં લાગે છે. “પુણ્યજન રાક્ષસો ” એ કઈ જાતિના આક્રમક હશે ને તેઓ ક્યાંથી ચડી આવ્યા હશે એ વિશે કંઈ માહિતી મળતી નથી, પરંતુ તેઓ ત્યાંની રાજધાનીને નાશ કરી ત્યાં ઝાઝો વખત રહ્યા લાગતા નથી.
આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે કુશરથલીને નાશ પછી રૈવતના ભાઈઓ પર્વત પ્રદેશમાં અહીં તહીં વીખરાઈ ગયા.૩૪ હૈયેની એક શાખા પછીના સમયમાં સંભવતઃ “શાર્યાત’ નામે ઓળખાઈ. એ પરથી શાર્યાત આગળ જતાં હૈહયા પ્રદેશમાં વસી એમના કુલની શાખા-રૂપે વિલીન થયા લાગે છે.
શાર્યાત રાજાઓના વંશજો નાશ પામેલી કુશસ્થલી પાસે આવેલા રૈવતક ગિરિના પ્રદેશમાં રહ્યા લાગે છે. એ પછી કેટલાક સમયે ત્યાં યાદવો આવી વસ્યા ને કુશરથલીનું દ્વારવતીરૂપે નવનિર્માણ કરી ત્યાં રાજ્ય કરવા લાગ્યા ત્યારે એ રૈવતક પ્રદેશમાં વસતા શાર્યાત વંશના દૂરના વંશજે પિતાની કન્યા બલદેવ વાસુદેવને પરણાવી હેવી સંભવે છે. આ લગ્ન દ્વારા આગંતુક યાદવ અને સ્થાનિક પુરાણા શાયંત રાજકુલ વચ્ચે મૈત્રી–સંબંધ સધાય લાગે છે.
આમ અહીંના રાજાઓ વિશે પુરાણોમાં ઘણી ઓછી માહિતી જળવાઈ છે, પરંતુ આલ–એતિહાસિક કાલના પૂર્વાર્ધમાં રાજ્ય કરી ગયેલા જણાતા શાયતની
સ્મૃતિ ગુજરાત અને એના સમીપવત પ્રદેશ સાથે ઠીક ઠીક સંકળાયેલી છે: રાજા આનર્તના નામ પરથી “આનર્ત દેશ, રેવના નામ પરથી સંભવતઃ રેવા નામ, રેવત કે રેવતના નામ પરથી ગિરિ રેવતક;૩૬ વૈદૂર્ય પર્વત (સાતપૂડા પર્વતને પશ્ચિમી ભાગ) અને નર્મદા નદી, જ્યાં શર્યાતિએ આરંભેલ યજ્ઞમાં અધિનેએ સેમપાન કર્યું.૩૭