________________
શાયત, ભૃગુઓ અને હૈહયે છે, આથી અમુક વંશોની ચોક્કસ સમયાવધિ તથા સમકાલીનતા પણ બરાબર નક્કી થઈ શક્તી નથી. આ બધી ઊણપએ પૌરાણિક અનુશ્રુતિઓમાં આપેલા વૃત્તાંતોની ઐતિહાસિકતા ઘટાડવામાં ભાગ ભજવ્યો છે. ગુજરાતને લગતી પૌરાણિક અનુશ્રુતિઓમાં ઘણે વૃત્તાંત વિસ્મૃતિમાં વિલુપ્ત થઈ ગયો જણાય છે, છતાં આભિલેખિક અને ઈતર સાહિત્યિક સાધને દ્વારા વિશેષ માહિતી ન મળે ત્યાં સુધી ગુજરાતના આદ–ઇતિહાસ માટે આ પૌરાણિક અનુકૃતિઓ, જેવી ને જેટલી છે તે રીતે પણ ખાસ ઉપયોગિતા ધરાવે છે.
ર, શાર્યા
પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે વૈવસ્વત અર્થાત વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના ઈક્વાકુ વગેરે દશ પુત્રોને રાજવારસામાં ભારતના જુદા જુદા પ્રદેશનું રાજ્ય મળ્યું ત્યારે એમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય પ્રાપ્ત થયું.
વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિને શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ટ્વેદમાં શાયત ભૂતકાળની કોઈ વ્યક્તિ તરીકે આવે છે, જ્યારે બ્રાહ્મણ સાહિત્યર૧–ઐતરેય, શતપથ, જૈમિનિ–શાર્યાત માનવ(મનુપુત્ર)ને ઉલ્લેખ ભૃગુકુળના ઋષિ ચ્યવનના સંબંધમાં કરે છે.
- રાજવંશોના નિરૂપણમાં પુરાણ પૈકી ૧૧ પુરાણ અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ8 શાર્યાત વંશની માહિતી આપે છે. અન્ય રાજવંશના વૃત્તાંતની સરખામણીમાં શાયંતને હેવાલ ઘણે ટૂંકે છે.
પૌરાણિક પરંપરા અનુસાર શર્યાતિને એક સંતાનયુગલ હતું: પુત્ર આનર્ત અને પુત્રી સુકન્યા. સુકન્યાને કેવા સંજોગોમાં વૃદ્ધ ઋષિ ચ્યવનની પત્ની થવું પડયું એને લગતા પ્રસંગ બ્રાહ્મણ ગ્રંથમાં તેમજ મહાભારતમાં પણ નિરૂપાયે છે. બ્રાહ્મણગ્રંથે આ વૃત્તાંત નીચે મુજબ આપે છે:
અન્ય ભૃગુઓને સ્વર્ગ મળ્યું ત્યારે વધુ અને અશક્ત એવન એકલા પડી ગયા; એ વખતે શાયત માનવ એની ટોળી સાથે ત્યાં આવીને રહ્યો. શાયત કિશોરેએ આવી ઋષિ અવનને રંજાડ્યા. ભૂગુએ (વને) ગુસ્સે થઈ એમનામાં કુસંપનાં બીજ રોપ્યાં, પરિણામે પિતા-પુત્ર અને ભાઈ-ભાઈ અંદરોઅંદર ઝઘડી પડ્યા.