________________
t.
૪િ]
ઈતિહાસની પૂર્વભૂમિકા શાયંતને કુસંપનું કારણ તપાસતાં ગોવાળે પાસેથી જાણવા મળ્યું કે એ માટે શાર્યાત કિશો જ જવાબદાર છે, આથી એ પિતાની પુત્રી સુકન્યાને લઈ અવન પાસે ગયે ને શાર્થીએ કરેલા અપરાધના પ્રાયશ્ચિત્ત-રૂપે સુકન્યા ઋષિ અવનને આપી. ત્યાર બાદ આવા અપરાધનું પુનરાવર્તન નિવારવા શાર્યાત એના જાતિબંધુઓ સાથે અન્ય સ્થળે ચાલ્યા ગયે.
મહાભારત" ઉપર જણાવેલ પ્રસંગને ચોક્કસ સ્થળ સાથે સાંકળી નીચે પ્રમાણે વૃત્તાંત આપે છે
નર્મદા નદી અને વૈદૂર્ય પર્વત(સાતપૂડા પર્વતના પશ્ચિમી ભાગ)ના પ્રદેશમાં વૃદ્ધ ઋષિ વન વર્ષો સુધી તપશ્ચર્યા-રત રહ્યા. સમાધિસ્થ અવનને વલ્મીકે ઢાંકી દીધા. એ જ સ્થળે રાજા શર્યાતિ એના સૈન્ય સાથે આવ્યા. શર્યાતિ સાથે આવેલી જુવાન રાજપુત્રી સુકન્યા સખીવૃંદ સાથે રમતાં વર્ભીક પાસે આવી. વર્મીકમાંથી બે ચમતી વસ્તુઓએ સુકન્યાનું કૌતુહલ જગાવ્યું. ૧૯મીકમાં સળી બેસતાં લેહીની ધાર થઈ, ને ઋષિ ચ્યવનની આંખોની જ્યોતિ બુઝાઈ ગઈ ઋષિના કેપને પરિણામે રાજા શર્યાતિના સૈનિકોનાં મળમૂત્ર બંધ થયાં. સૈનિકોને પૂછતાં પણ શર્યાતિને કારણે હાથ ન લાગ્યું. સુકન્યાએ પિતા પાસે જઈ સર્વ હકીકત કહી. શર્યાતિ ઋષિ સમીપ ક્ષમાયાચના કરવા ગયા. વૃદ્ધ ઋષિએ જુવાન રાજપુત્રી સુકન્યાના હાથની માગણી કરી અને રાજાએ એ સ્વીકારી.
પુરાણમાં માત્ર ભાગવતર આ પ્રસંગને, નજીવા ફેરફાર સાથે રજૂ કરે છે. અન્ય પુરાણે સુકન્યાને અવનની પત્ની કહે છે, પણ કેવા સંજોગોમાં એ ઋષિને પરણી એ જણાવતાં નથી.
શર્યાતિના રાજ્યપ્રદેશના નામ વિશે અનુકૃતિઓમાં કંઈ ઉલ્લેખ આવતો નથી. પરંતુ આનર્તના ઉત્તરાધિકારી રેવના સંબંધમાં દેશ આનર્ત અને નગરી કુશસ્થલીને ઉલ્લેખ છે. ૨૭ “આનર્ત નામ પછીના સમયમાં ઉત્તર ગુજરાત માટે વપરાતું, પરંતુ અહીં એની રાજધાની કુશસ્થલી (દ્વારકાનું અસલ સ્થાન) જણાવી હોવાથી સંભવતઃ એ કાલના આનર્ત પ્રદેશમાં સૌરાષ્ટ્રને સમાવેશ થતો હશે. યાદવોએ આવી શાર્યાની ઉજજડ બનેલી કુશસ્થલીના દુર્ગને સમરાવી ત્યાં પુનર્વસવાટ કર્યા અને એ નગરીનું “ઠારવતી' નામે નવનિર્માણ કર્યાને મહાભારતમાં ઉલ્લેખ છે.૨૮ એમાં વળી એ નગરીને “આનર્તનગરી' પણ કહી છે. ૨૮અ આ નગરી સ્પષ્ટતઃ સૌરાષ્ટ્રમાં આવેલી હતી. ૨૯ સંભવતઃ શાયતને આનર્ત દેશ