________________
૨૦૨]
ઈતિહાસની પૂર્વભૂમિકા આંધ, શુંગ, કવિ વગેરે રાજવંશોની અતિહાસિકતા સિદ્ધ થઈ છે. એની પૂર્વેના રાજવંશેની એતિહાસિકતા માટે એવા નકકર પુરાવા પ્રાપ્ત થયા નથી.
છતાં એને લગતી કેટલીક પૌરાણિક અનુશ્રુતિઓનું સમર્થન પુરાવસ્તુકીય પુરાવાથી થયું છે જેમકે પુરાણોમાં વર્ણવાયેલ હસ્તિનાપુર, માહિષ્મતી અને શ્રાવસ્તી જેવી નગરીઓનું અસ્તિત્વ ખોદકામ કરતાં પુરવાર થયું છે, આનાથી ઉત્તરકાલીન વંશની જેમ એ વંશ પણ થયા હોવાનું અસંભવિત ગણાતું નથી. પરંતુ આ નગરીઓ સાથે સંકળાયેલા રાજાઓ વિશે વિશિષ્ટ માહિતી આપતા પુરાવા પુરાવસ્તુકીય અન્વેષણમાંથી મળ્યા નથી. વળી એ રાજાઓને ચક્કસ સમય નકકી કરી શકાતો નથી. ચિતિહાસિક પુરાવા અને ચક્કસ સમયાંકનને લગતી આ ઊણપને કારણે પૌરાણિક અનુકૃતિઓમાં જણાવેલ આ રાજવંશોને ઐતિહાસિક નહિ, પણ આ ઐતિહાસિક ગણવામાં આવે છે. આગળ જતાં જેમ જેમ એમાંના જે વંશની એતિહાસિકતા અંગેના પુરાવા મળતા જાય છે તેમ તેમ તે વંશને ઐતિહાસિક વંશ તરીકે માન્ય કરવામાં આવે એવું ઈતિહાસ-વિજ્ઞાનનું વલણ રહેલું છે.
આ અનુસાર ભારતના ઈતિહાસમાં હાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન રાજા બિંબિસારથી શરૂ થતા રાજાઓની એતિહાસિકતા માન્ય થઈ હેઈ, એ અગાઉના સર્વ રાજાઓ તથા રાજવંશને હાલ આઘ–ઐતિહાસિક ગણવામાં આવે છે. આ વંશમાં અિત્ત્વાકુ અને અલ વંશ ખાસ નોંધપાત્ર છે; આગળ જતાં એ અનુક્રમે સૂર્યવંશ અને ચંદ્રવંશ ગણાયા છે. અલ વંશના રાજા યયાતિના કુલમથી યાદવ અને પૌરવ જેવી શાખાઓ થઈ. પૌરવ વંશમાંથી વળી મગધને બાથ વંશ થયે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તે પૌરાણિક અનુશ્રુતિઓમાં માત્ર શાર્યા, ભૃગુઓ અને યાદોને લગતી કેટલીક માહિતી જળવાઈ છે, જે ઉત્તર તથા પૂર્વ ભારતના કેટલાક પ્રદેશના આનુશ્રુતિક વૃત્તતિની સરખામણીએ ઘણી ઓછી છે.
વર્તમાન પુરાણમાં રાજવંશને લગતા ભાગ વિશુદ્ધ રૂપે સચવાયા નથી; કઈ વાર બે જુદા રાજવંશને એક જ વંશ તરીકે વણી લેવામાં આવ્યા છે કે અલગ પ્રદેશમાં થયેલા સમકાલીન રાજવંશને એક જ પ્રદેશના પૂર્વાપર વંશ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. અમુક રાજવંશાવળીના વૃત્તાંતમાંથી કેટલાક લેક લુપ્ત થઈ ગયા છે, તો અમુક વૃત્તાંતમાં કેટલાક શ્લેક પ્રક્ષિપ્ત કરવામાં આવ્યા