________________
૧%e3.
ઇતિહાસની પૂર્વભૂમિકે તેવો કઈ દ્વિભાષી અભિલેખ હજી મળ્યો નથી. બીજી મુશ્કેલી એ છે કે અભિલેખ પૂરતા લાંબા નથી અને 5 કલ્પના કરી શકાય તે રીતે શબ્દો અને વાક્યો આવર્તન પામતાં નથી. લાંબામાં લાંબે અભિલેખ માત્ર ૧૭ ચિહ્નો છે. અજ્ઞાત લિપિ વાંચવાની મુશ્કેલીઓ અમુક વિદ્વાનેની એ ધારણાથી વધી રહેલી છે કે સિંધુ લોકો દ્રવિડ કે સંસ્કૃત ભાષા બોલતા હતા. કેટલાક વિદ્વાનોએ એમ માની લીધું છે કે મુદ્દાઓને ઉપયોગ તાવીજ તરીકે થતો હતો અને એના ઉપર દેનાં નામ કેતરવામાં આવ્યાં છે. આવી ધારણાઓ ઉપર આધાર રાખતાં વાચન પરથી ચિત્રવિચિત્ર પરિણામ આવ્યાં છે.
થોડા સમય ઉપર એસ. કે. રાવે ચિહ્નોના બે પ્રકાર ગણ્યા છેઃ એક, જેના ઉપર કંઈ અધિક ચિહ્ન નથી ને બીજે, જેમાં વધારાનાં ચિહ્ન ઉમેરાયાં છે. આ બીજા પ્રકારનાં ચિહ્નોને એમણે સ્વરભારયુક્ત ગણું સાદાં ચિહ્નોથી જુદા પાડવાને પ્રયત્ન કર્યો છે. એમણે વળી એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મૂળ ચિહ્નોના સંજનથી બનેલા સંયુક્ત વર્ણોને કારણે આટલી મોટી સંખ્યાનાં સિંધુ ચિહ્ન ઊભા થવા પામ્યાં છે. એમણે. સિંધુ લિપિનું વર્ણાત્મક સ્વરૂપ માની લીધું છે. બેશક, રાવની રીત પણ અજમાવવા જેવી છે, છતાં એમ કહેવું જોઈએ કે એમણે સંયુક્ત વર્ણો અને સવરભાયુક્ત સ્વરૂપને અનેક મૂળભૂત સંકેતેમાં ફાળવી નાખ્યાં છે અને કેટલીક વાર આ પ્રમાણે તારવવામાં આવેલા મૂળભૂત સંકેત મૂળ સ્વરૂપમાં ઓળખી શકાતા નથી; દા. ત. એમની “મેમોરેન્ડમ નં. ૨” નામની પુસ્તિકામાંની આકૃતિ ૪ માંની બાબત નં. ૫. એવી રીતે એ પુસ્તિકાના પૃ૪ ૨૨ (આકૃતિ ૬) ઉપર સૂચિત કરેલા કેટલાક દર્શક સ્વર પ્રતીતિજનક નથી. આ ખામીઓ ઉપરાંત, ઘણા બીજાઓની જેમ તેઓ પણ મૂળભૂત ચિહ્નોને વન્યાત્મક મૂલ્ય આરોપવામાં થાપ ખાઈ ગયા છે.
પ્રાગની ચાર્સ યુનિવર્સિટીના પ્રો. બેદ્રીક હોઝનીએ સિંધુ લિપિ વાંચવાને નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. એમણે હિરાઈત સાંકેતિક ચિત્રલેખન અને સિંધુ લિપિ વચ્ચે પ્રબળ સામ્ય નેપ્યું છે અને એમને એ મત થયા છે કે સિંધુ મુદ્રાઓ ઉપર કેરેલાં નામ દેવોનાં મુખ્યત્વે આર્ય દેવોનાં, છે. - લોથલે સિંધુખીણની ભારે મિશ્રિત લિપિના સરલીકરણની પ્રક્રિયાને આગળ ચલાવીને ભારતમાં લેખનના વિકાસની દિશામાં મહત્વનો ફાળો આપે છે. કાલ સની સિંધુ લિપિમાં બે નેધપાત્ર ફેરફાર ધ્યાનમાં લેવા જેવા છેઃ પહેલે મોટો ફેરફાર એ છે કે પશુઓ અને માનવનાં બધાં ચિત્રોને છોડી દઈને