________________
[૧
૭ મુ. આઇ-ઐતિહાસિક સાતિએ મિશ્રિત થઈ ગયા છે અને તેથી પિતાનાં ભાષા અને ધર્મના વિશિષ્ટ સ્વરૂપનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. લોથલમાંનાં પશુયજ્ઞ અને અગ્નિપૂજેને પુરા એ મતને અનુમોદન આપે છે કે દના આર્યોએ સ્વીકારેલી અમુક ધાર્મિક ક્રિયાઓ ઈ. પૂ. ૧૮૦૦ પહેલાં ભારતવર્ષમાં આસ્તવ ધરાવતી જ હતી. કદાચ લોથલના હડપ્પીયા(દીર્ઘ-કપાલ)ને સૌરાષ્ટ્રમાં આગળ વધેલા અને અગ્નિપૂજા તેમજ પશુયજ્ઞ કરનારા પ્રાગૃદિક આર્યો તરીકે ઓળખાવાય. લોથલમાં હડપ્પીયા સંસ્કૃતિમાંના આર્ય–તત્ત્વનું સૂચન કરતા બીજા પુરાવા તે ઘોડે અને ચેખા વિશેનું જ્ઞાન છે. લોથલ અને રંગપુરમાં હડપ્પીય તબક્કામાં ઘોડે જાણુત હતો. આરૂઢ હડપ્પીય કાલમાં એ બંને સ્થળમાં ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હતું. વળી લેથલના રહેવાસીઓને આર્યોના રથના જેવા વાહનનું જ્ઞાન હોવાને જશ અપાય, કારણ કે ત્યાંથી મળેલા પૈડાંના માટીના પકવેલા અને પથ્થરના નમૂના રથનાં પૈડાંઓના અસ્તિત્વને સમર્થન આપે છે.
ઉપર રજૂ કરેલે પુરાવસ્તુકીય પુરાવો સ્પષ્ટ રીતે સૂચવે છે કે સિંધુ સામ્રાજ્યમાં અને ખાસ કરીને લોથલમાં, લેકોને એ સમૂહ રહેતે હતો કે જેઓની ધાર્મિક ક્રિયાઓ અને સામાજિક રીતરસમ પહેલાંના આર્યોથી બહુ જુદી નહતી; કદાચ એ આ જ લેકે હતા કે જેમને વેદના આ “અસુર કહેતા હતા.
(9) સિંધુ લિપિ મુદ્રાઓ અને મૃત્પાત્રો ઉપર કરવામાં આવેલી સિંધુ લિપિ ચિત્રાત્મક, ભાવાત્મક અને મૃત્યાત્મક હતી. સિંધુ લેખનમાં પ્રજાયેલાં ૨૮૮ ચિહ્નોમાં પશુઓ અને રોપાનાં સંખ્યાબંધ ચિત્રોને સમાવેશ થાય છે. આલેખન, ઘણા વિદ્વાનના મત પ્રમાણે, સારી રીતે નિયમબદ્ધ નહોતું, કારણ કે એનું એ જ ધ્વનિમય મૂલ્ય કે એને એ જ વિચાર વ્યક્ત કરવા માટે અનેક સંકેત વાપરવામાં આવ્યા છે. મુદ્રાઓને તાવીજ તરીકે ઉપયોગ થતો હતો અને એના પર અંકિત કરવામાં આવેલા મંત્ર અર્પણાત્મક હતા એમ ધારી લઈને વિદ્વાનોએ આ લેખનને સાંકેતિક ચિત્ર-લિપિ કહી છે. સિંધુ લિપિને ઉકેલવાને માટે આખાયે જગતમાં સમર્થ વિદ્વાને તરફથી થયેલા સંખ્યાબંધ પ્રયત્ન હજી સતિષકારક પરિણામ લાવી શક્યા નથી. મુખ્ય મુશ્કેલી એ હકીકતમાં રહેલી છે કે લેખન અજ્ઞાત લિપિમાં છે અને એ જેમાં લખાઈ છે તે ભાષા પણ એટલી જ અજ્ઞાત છે. નિષ્ણાત અજ્ઞાત સિંધુ લિપિને કઈ જાણીતી લિપિ દ્વારા વાંચવા શક્તિમાન થાય