________________
૭ મુ] આઇ-એતિહાસિક સંસ્કૃતિઓ
: ૧૫૧ સિંધુ ચિહ્નોની સંખ્યામાં જબરો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ હડપ્પીય લોકેએ ૨૮૮ ચિહ્નોને સ્થાને માત્ર ૨૮ મૂળ ચિહ્ન વાપર્યા હોવાનું માલૂમ પડયું છે. બીજો ફેરફાર તે કુટિલ (વાંકાચૂંકા) લેખનમાંથી સુરેખ લિપિને વિકાસ છે. સાધનમાં થયેલા ફેરફારને લઈ તેમજ એક રેખાએ ચાલતી લેખન-પદ્ધતિની ઉપયોગિતા સ્પષ્ટ થવાને કારણે આ ફેરફારની જરૂર કદાચ ઊભી થઈ હોય. કાનના લોકે અને ફિનિશિયાના લોકોની જેમ, લોથલના લોકે, જેઓ પણ વેપારીઓ હતા, તેઓને મુદ્રાઓ બનાવવા માટે વપરાતા પથ્થરના કરતાં પિપિરસ, લાકડું કે કેઈ નાશવંત પદાર્થ વધુ ઉપયોગી માલૂમ પડ્યો હોવો જોઈએ. આલમગીરપુર, રૂપડ અને રંગપુરમાંથી મળેલી ઠીકરીઓ પરનાં અને લોથલમાંથી મળેલી અંત્ય હડપ્પીય મુદ્રાઓ તથા મૃત્પાત્રો પરનાં કેચી કાઢેલાં બધાં ચિહ્નોને કાળજીપૂર્વક અભ્યાસ વ્યક્ત કરે છે કે શાફતબાલમાંથી મળેલા ઈ. પૂ. ૧૮મી કે ૧૬ મી સદીના લેખાતા અભિલેખોની સાથે તેઓ નિકટનું સામ્ય ધરાવે છે.
આ અવલોકન કર્યા પછી હવે આપણે લોથલમાં થયેલા લિપિના ફેરફારની સૂચકતા તેમજ સિંધુ પ્રજાના લેખનને કેયડો ઉકેલવામાં એ ફેરફાર કેટલે સુધી સહાયક થઈ પડે એમ છે એ તપાસીએ.
અંત્ય હડપ્પીય થરમાંથી મળેલી મુદ્રાઓ અને ઠીકરીઓ પર મળેલાં સિંધુ ચિહ્નોની સંખ્યા માત્ર ૯પ ની છે. એ ચિહ્ન લોથલ, રંગપુર–૨ મા, ૨ ૬ અને રૂ, કાલિબંગન, રેજડી અને આલમગીરપુરમાંથી મળ્યાં છે. આ ૯૫ ચિહ્નોમાંથી માત્ર ૨૮ મૂળ ચિહ્ન છે, બાકીનાં રૂપાંતર કે સ્વરિત રૂપ કે સંયુક્ત ચિહ્ન છે. આ લેખકે જેની યાદી કરી છે તેવાં ૨૮ મૂળ ચિહ્નોમાંથી બનાવેલા બે સમૂહે બીજી લિપિઓ સાથે સમાનતા ધરાવે છે. સમૂહ ઈ પૂ.ની બીજી સહસ્ત્રાબ્દીના મધ્યના શતબાલમના અને બીજા અભિલેખોમાંનાં ચિહ્નો સાથે મળી છે, જ્યારે સમૂહ મા ઈ. પૂ. ની ત્રીજી સદીની બ્રાહ્મી લિપિ સાથે સામ્ય ધરાવે છે. અંત્ય હઠપ્પીયાનાં ઘણાંખરાં સિંધુ ચિહ્નોનું શાફટબોલ અને અબ્દની લિપિઓની તુલના કરી શકાય તેવાં ચિહ્નો જેવું ધ્વન્યાત્મક મૂલ્ય હતું એવું હાલ ધારી લઈને વર્ણમાલાની એક યાદી સાધી લેવામાં આવી છે. નવાઈ જેવું છે કે કેટલાક નાના અભિલેખનું વાચન ભારત-યુરોપીય, વધુ પૈગ્ય કહીએ તે મુખ્ય યુરોપીય વંશમાંથી ભારત-ઈરાની જુદું પડ્યું તે પહેલાંના ભારત-ઈરાની, સાથે સંબંધ સૂચવે છે. આ માત્ર સંભાવના હશે, પરંતુ માનવવિદ્યાકીય તથા સ્થાપત્યકીય સાધનસામગ્રી હડપ્પીય પ્રજામાં પ્રાર્વેદિક આય