________________
૧૪૨] ઈતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. “રાજા” અને “મંત્રીને મૂર્ત કરતાં હતાં, જ્યારે જાડાં દુર્ગ-ઘાટનાં સોગટ અત્યારની શેતરંજના હાથીને મળતાં છે. ભુતાનના માથાવાળે શંકુ આકારને ઊંચે પદાર્થ “રથ'ના જેવો દેખાય છે અને આરપાર ન જતાં વીંધવાળા કે વિધ વિનાના નાના ચતુરસ્ક પદાર્થ “પાયેદલ સૈનિકે ” માટેના લાગે છે. પ્યાદાઓનાં ભિન્ન ભિન્ન કદનું ભિન્ન ભિન્ન મૂલ્ય હશે કે કેમ એ જાણવામાં આવ્યું નથી; કદાચ એ રમવા માટેના ભિન્ન ભિન્ન સટના હોય. લોથલમાંથી કૂતરે ઘેડ અને આખલા જેવાં પશુઓનાં માથાને ઘાટ ધરાવતી અને ચપટ બેસણીવાળી પકવેલી માટીની પ્રાણી–આકાર આકૃતિઓ મળી છે. એમાંની એક ભારતીય શેતરંજમાંના ઘડાને મૂર્ત કરતી હોય એમ લાગે છે. સૂસા અને તેપે ગવરામાં બીજાં પ્રાણીઓના આકારની સોગટ મળ્યાં છે. સેગટઓથી મૂર્ત કરવામાં આવતી સેનાએ લોથલમાં અજ્ઞાત છે. વિભાગે બતાવતાં એકઠાં અને કાટખૂણિયાએનાં નિશાન ધરાવતાં પકવેલી માટીનાં એવાં બે રસાં અને વિકણની રીતે વિભાજિત રસવાળું ત્રીજુ રસું હમ્પીય યુગમાં લોથલમાં વપરાતાં લાકડાનાં કીડાફલકને મૂર્ત કરતાં હોય એમ કલ્પી શકાય.
હડપી લેકે શેતરંજ ઉપરાંત બીજી સંખ્યાબંધ રમત રમતા હતા. લોથલમાં પકવેલી માટીની નાની પિરામિડ-ઘાટની ગોળીઓ મળી છે તે ફલકમાં કરેલા ગોળ ખચકાઓની પંક્તિઓવાળા ક્રીડા–પટમાં વપરાતી હશે. લેથલમાંથી એક બીજે મહત્ત્વને પદાર્થ મળ્યો છે તે એક ઈટ છે, જેના ઉપર ત્રણ સમકેન્દ્ર ચેરસ અકેલા છે, જેની બાજુઓને એક રેખા છેદે છે. આને જેમાં કચૂકા, વટાણું કે કાંકરીઓને ઉપયોગ હોય છે તેવી, હાલ “વાઘ અને ગાય” કે “વાઘ અને ઘેટું” નામે રમતને માટે વપરાતા ફલકની સાથે સરખાવી શકાય. આમાં પાસાને ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ વાળે અને ગાયોની હિલચાલને લગતા નિયમ નકકી કરવામાં આવ્યા હોય છે. લોથલમાંથી મળેલા પકવેલી માટીના પિરામિડ અને ચતુરસ્ત્ર આના જેવી રમતમાં કામમાં આવતા હશે એમ ધારી શકાય.
પાસાનો ઉપયોગ થતો હોય તેવી નસીબ અજમાવવાની રમત હડપ્પીય લોકેને સારી રીતે જાણીતી હોવી જોઈએ. છ બાજુએ ૧ થી ૬ ના અંક ધરાવતા અને જેમાં આરપાર નહિ તેવાં વીંધ કરવામાં આવેલાં છે તેવા માટીના પકવેલા ઘનાકાર પાસા એની પ્રતીતિ કરાવે છે. અત્યારના પાસાઓમાં મળે છે તે પ્રમાણે મહેજો-દડોમાંથી મળેલા પાસામાં ૧ ની સામે ૬, ૩ ની સામે છે, અને ૨ ની સામે ૫-આમ સામસામો અંકને સરવાળો છ થાય છે. આમ છતાં