________________
આધ-ઐતિહાસિક સંસ્કૃતિ
[૧૧ બળતણ માટેનું બાકોરું છે. પકવેલી માટીનું એક મોટું કુલડું (crucible) અને એની નજીકથી મળેલું તાંબાનું પતરું એવું સૂચવે છે કે ત્યાં તામ્રકાર કામ કરતા હતા. તામ્રકારે એ વાપરેલું બીજું બાંધકામ તે બજારના રસ્તામાં તબક્કા ૪ માં બાંધેલું બે ખંડવાળું કારખાનું છે. ઊભી મૂકેલી ઈ ટોની બનાવેલી ૬૦.૭૫ સે. મી.ની લંબચોરસ ભદ્દી અને વપરાશનાં એંધાણ ધરાવતે રેતિયા પથ્થરને ઘનાકાર પણ અહીં હજીયે જોવા મળે છે. ધાતુકામમાં વપરાતા બીજા પદાર્થ તે માટીની પકવેલી જાડી ખરબચડી દીવાલવાળી કુલડીઓ, પથ્થરનાં ગદા–માથાં તથા તાંબા અને કાંસાનાં દાતરડાં છે. નીચલા નગરને ઉત્તર છેડે બાંધવામાં આવેલું, પાંચ અંતયુક્ત કુંડી જેવી ઈટની વંડીઓ ધરાવતું મોટું ધાતુ-કારખાનું બતાવે છે કે એક છાપરા નીચે અનેક તામ્રકારે કામ કરતા હતા. અહીં કુંભારકામની પાંચ જેટલી ભઠ્ઠીઓ પણ જાણવામાં આવી હતી. :
૬, રમકડાં અને સેગટાં
પકવેલી માટીની લોથલની કળામાં લગભગ બધાં જ ઘરાળુ અને જંગલી પશુઓને મૂર્ત કરવામાં આવ્યાં છે. એમાંનાં થોડાંકને તે ખૂબ જ કાળજીથી ઘડવામાં આવ્યાં છે. આખલે, ગાય, ઘેડ, કૂતર, સૂંઠ, ગંડે, વાઘ, ચિત્ત અને ખિસકેલી ખાસ નોંધપાત્ર છે. લોથલમાં ખૂંધવાળાં અને ખૂધ વિનાનાં પશુઓને મૂર્ત કરવામાં આવ્યાં છે; એમાંને સુંદરતમ નમૂને ખૂધ વિનાને આખલે છે, જે એનાં બળ અને સ્નાયુગત વિગતોને માટે જાણુ છે. પૈડાવાળી પશુ-આકૃતિઓ અને ઘેડાના માથાવાળી મિશ્ર આકૃતિઓ બાળકોના આનંદ માટેનાં રમકડાં તરીકે વપરાતાં હતાં. એમાંનાં કેટલાંકને હાલતાં માથાં હતાં, જેનું દેરીથી સંચાલન થતું હતું.
લોથલના લેક ઘરની અંદરની વિવિધ રમતમાં રસ લેતા સુખી જન હતા. આ રમતોમાંની મુખ્ય રમત શેતરંજ(chess)ને લગભગ મળતી આવતી પાટિયાની રમત હતી. શેતરંજ એ રાજવીઓની ખૂબ જ પ્રાચીન કાળની ભારતીય રમત છે, જેમાં રાજા અને એના મંત્રી ઉપરાંત ભારતીય સેનાનાં ચાર પારંપરિક સૈ –પાયદળ, હયદળ, ગજદળ અને રથદળ–ને મૂર્ત કરવામાં આવે છે. શેતરંજ માટે “ચતુરંગ” એટલે કે ચાર પ્રકારની સેનાને વહેલામાં વહેલે સાહિત્યિક નિર્દેશ ઈ. ૫. ૩ જી સદી સુધી જાય છે. તેથલમાંથી મળેલાં પાકી માટી (૫ટ્ટ ૨૫, આકૃતિ ૧૪૭), શંખ-છીપ, હાડકાં, હાથીદાંત અને પથ્થરનાં બનાવેલાં સગાં ભારતમાં અત્યારે વપરાતાં સોગટને આકાર અને કદમાં તદ્દન મળતાં આવે છે. પકવેલી માટીનાં અને છીપનાં દુ-ઘાટનાં સોગઠાં મૂળમાં