________________
']
આધઐતિહાસિક સસ્કૃતિ
[130
એ સાચુ છે કે હડપ્પીય ધાતુકારા ઢાળ પડતી સપાટીવાળા કે સપાટી વિનાના ચપટ સેલ્ટ જેવાં એજારેાના માટે ભાગે પ્રાથમિક કક્ષાના ધાટ બનાવતા હતા, જ્યારે સુમેર અને એલમના ધાતુકારો એ જ સમયમાં હાથેા ચાલવાના ખાંકાવાળી વિકસિત પ્રકારની કુહાડી બનાવતા હતા અને હાથા કરવાના સિદ્ધાંત માત્ર કુહાડીને જ નહિ, ખંજર અને ભાલાને પણ લાગુ પાડતા હતા.
હડપ્પા, માહે જો દડો અને ચાન્હડોમાં ધડાયેલાં ઢાંકણાં, છરો, અસ્તરા
અને ભાલા જેવા જુનવાણી થઈ ગયેલા એજાર–પ્રકારાને વિશે ખેલતાં પિગોટ ૧૨ કહે છે કે “ સંસ્કૃતિનું કુંભારકામ જેવું પ્રેરણા વિનાનુ સામાન્ય કોટિનુ છે તેવું આ પણ છે” અને ઉમેરે છે કે હડપ્પીયાએ ઉત્પન્ન કરેલી ચીજોને રૂઢિચુસ્તના નિર્જીવ હાથને કારણે સહન કરવું પડયું હતું. એવી ફરિયાદ કરવામાં આવે છે કે સમાન ધેારણુ સાચવવાના વલણે અને લગભગ ચોખલિયા પ્રકારના ઉપચાગિતાવાદે કલાકાર કે કારીગરને સ્વતંત્રતા રહેવા દીધી નહિ, પરંતુ સત્ય તે એ છે કે હડપ્પીય લેાકેા, પશ્ચિમમાં ખીજાએ સમજ્યા અને શીખ્યા તે પૂર્વે જ ઘણા સમય ઉપર, સમાન ધેારણુ અપનાવવાના લાભની કદર કરવાનું સમજ્યા અને શીખ્યા હતા. કુંભારકામ અને ઈંટા સહિતના હડપ્પીય ઉત્પાદનમાંની પ્રબળ એકરૂપતાના આનાથી ખુલાસા મળી જાય છે. વિશાળ સામ્રાજ્યમાં સર્વત્ર ધાતુનાં એજારા અને હથિયારાનાં ઘાટ અને કદના વિષયમાં સમાન ધારણને વળગી રહેવાની ક્રિયાએ એછે ખચે મેાટા પાયા ઉપર ઉત્પાદન કરવાની સરળતા કરી આપી હતી અને ઉત્પાદંક તેમજ ગ્રાહક બંનેને ફાયદા કરી આપ્યા હતા. આજે પ્રત્યેક સભ્ય સમાજ તેાલાં અને માપનુ સમાન ધારણ કરવાના યત્ન કરે છે, જે હડપ્પીય લાકોએ ચાર હજાર વર્ષ પૂર્વે સિદ્ધ કર્યું હતું. પ્રા—સ્વાતંત્ર્ય ભારતમાં આવી એકરૂપતાના અભાવે ઊભી થયેલી અંધાધૂંધી ખૂબ જ જાણીતી છે. આ સાથે યાદ રાખવું જોઈએ કે પ્રાંતીય ફેરફાર અસ્તિત્વમાં હતા.
હડપ્પીય લોકોને એકથી વધુ ટુકડાઓનાં ખીમાંના ઉપયેાગને સમાવતી નષ્ટ ભીની હુન્નર–પદ્ધતિનું સંગીન જ્ઞાન હતું. માહે જો–દડાની સુંદર નૃત્યાત્મક આકૃતિ અને લાથલમાંની કૂતરાની ખારીક આકૃતિ એ ઉક્ત હુન્નરપદ્ધતિ અપનાવ્યાને પ્રખળ પુરાવા છે. શાંતિચાહક પ્રજા તરીકે તેઓ યુદ્ધ અને વિજય કરતાં વેપાર અને નકામાં વધુ રસ ધરાવતા હતા અને તેથી, તે વિકસેલી હુન્નરપદ્ધતિ જાણતા હતા છતાં સંહારક હથિયારાનું ઉત્પાદન કરવા આતુર નહોતા. એમને તાંબાનાં પાતળાં પતરાંનાં બનાવેલાં જુનવાણી પ્રકારનાં બાણુ—ળાં, ખજરે અને ભાલાંનાં ળાંથી સ ંતાષ હતા, જે ચપાયપ જોડાયેલાં હતાં, પરંતુ પક્ષીઓ અને