________________
૧૩૬] ઇતિહાસની પૂર્વભૂમિકા
tપ્ર. એ જાણવામાં આવ્યું નથી, પરંતુ ઉત્તર સીરિયાના રાસ-શામરામાં અદલેઅદલ એવી જ શલાકાએ મળેલી છે, એ હકીકત એવું સૂચવે છે કે લેથલમાંથી મેસોપોટેમિયા અને એનાલિયાનાં સ્થળોમાં હાથીદાંતના બીજા પદાર્થો સાથે એની નિકાસ થતી હતી.
• હવે આપણે છીપનાં બનાવેલાં ઓજારે અને સાધનને વિચાર કરીએ. વાંકી, પણ તીક્ષ્ણ અણીવાળી અને બરાબર પકડ લેવાને માટે હાંસમાં બુઠ્ઠી કરેલી કેતરણીઓ (engravers) ખાસ નોંધપાત્ર છે. એને ઉપયોગ સેલખડીની અને પકવેલી માટીની મુદ્રાઓ કરવામાં થતું હતું. લોથલમાંથી ભળેલું ભારે વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવતું સાધન બેઉ બાજુ ચાર ચાર એવી આઠ ઊભી ફાંસવાળે છીપને પોલે નળાકાર પદાર્થ છે. એક બાજુની હાંસની સામેની ફાંસોને દેરીથી જોડવામાં આવે તે તેઓ એકબીજાને કાટખૂણે કાપે છે. : જે બંને બાજુની હાંસની સામેની ફાંસે જોડતી બધી રેખાઓ એક જ સપાટી ઉપર દોરવામાં આવે તે એ એકબીજીને મધ્યમાં છેદે છે અને એ રીતે આઠ રેખાઓથી પડેલા ખૂણું બરાબર પિસતાળીશ અંશના થાય છે. સ્પષ્ટતઃ આ સાધન અત્યારને કમ્પાસ કરે છે તે જ કાર્ય આપતું હોવું જોઈએ અને જમીનની માપણી તેમજ રસ્તા અને મકાનનું તલમાન નકકી કરવાના ઉપયોગમાં આવતું હોવું જોઈએ. ભાલે એને દેહાભૂષણ તરીકે ગયું છે, પરંતુ વીંટીનું કામ આપવાને માટે એ ખૂબ જાડું પડે છે અને લટકણિયા તરીકે લટકવાને માટે બંધ બેસે તેવું નથી.
ઓજાર અને હથિયાર બનાવવા માટે સહુથી અનુકૂળ અને ટકાઉ પદાર્થ નિઃશંક રીતે તાંબું અને એનાં મિશ્રણ હતાં, જેનું હડપ્પીય લેકોને સારું જ્ઞાન હતું. તાંબુ અને કલાઈ આયાત કરવામાં ભારે કિંમત પડતી હોવા છતાં સુતાર, કડિયા, માછીએ, વહાણ બાંધનારાઓ અને તામ્રકારોને જોઈતાં ઓજાર બનાવવામાં તેઓ ધાતુઓને બહેળે ઉપયોગ કરતા હતા. કેટલાક વિદ્વાને માને છે કે હડપ્પીય લેકને કાંસું બનાવવાનું આવડતું નહોતું અને તેથી તેઓ તૈયાર કરેલા કાંસાની આયાત કરતા હતા. તેઓ વળી એમ સૂચવે છે કે સિંધુખીણના તામ્રકારે ખૂબ જ રૂઢિચુસ્ત હતા અને ધાતુનાં એજાર અને હથિયાર બનાવવામાં જની થઈ ગયેલી હુન્નર-પદ્ધતિઓનું અનુસરણ કરતા હતા. એક કરતાં વધુ ટુકડાઓનાં બીબાંનો ઉપગ ધરાવતાં મિશ્રિત હથિયાર બનાવવાનું એમને જ્ઞાન નહતું એમ કહેવામાં આવે છે. આમાંની કેટલીક દલીલની પરીક્ષા કરીએ.