________________
આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ
t૧૩૫ પ્રદેશમાંથી આયાત કરવામાં આવેલા દાણાદાર ચર્ટમાંથી એ અહીં જથ્થાબંધ તૈયાર કરવામાં આવતી હતી. દાતરડા જેવું મિશ્ર ઓજાર બનાવવા માટે પીઠવાળી પતરીઓને લાકડાના કે હાડકાના હાથામાં બેસાડવામાં આવતી હોવાનું જણાય છે. બીજી પતરીઓ એકલી વાપરવામાં આવતી હશે. લોથલની ચીપિયા-ઘાટની પતરીઓ કોતરણ તરીકે કામ લાગતી હતી, જ્યારે ચટની અણુઓને આર અને - કોતરણ તરીકે ઉપયોગ થતો. પિપટની ચાંચ જેવાં અણિયાં ખોપરીમાં કાણું પાડવાના ઉપયોગમાં આવતાં હતાં.
લોથલના કારીગરેએ ઉત્પન્ન કરેલી વિજ્ઞાને નોંધ લેવા જેવી મહત્ત્વની ચીજ તે રેખા–માપન માટે વાપરવામાં આવેલી હાથીદાંતની પટ્ટી છે. એની પહોળાઈ ૧૫ મિ. મી. અને જાડાઈ ૬ મિ. મી. છે; એની પ્રાપ્ય લંબાઈ ૧૨૮ મિ. મી. છે. ૪૬ મિ. મી. ની લંબાઈમાં ૨૭ રેખાઓ જોઈ શકાય છે. બે લીટીઓ વચ્ચેનું સરેરાશ અંતર ૧૭ મિ.મી. નું છે. આવા વીસ વિભાગ મોહેજો-દડોની માપપટ્ટી ઉપર નોંધવામાં આવેલાં બે વતું તેની વચ્ચેના અંતરની લગભગ બરાબર છે. ત્યાંની માપપટ્ટીમાં રોકાયેલી જગ્યા ૩૩.૪૬ મિ. મી. છે. લોથલની માપપટ્ટી ઉપરની પાંચમી રેખા બીજી રેખાઓ કરતાં થોડીક વધુ લાંબી છે; એ પરથી કલ્પી શકાય છે કે પટ્ટીનું દશાંશ પદ્ધતિમાં વિભાજન થતું હતું. મોહેજો-દડોની માપપટ્ટી પ્રમાણેને એકમ ૬૭.૦૫૬ મિ. મી. કહેવાય છે; વિભાગ દીઠ રેખાંકન(graduation)ની મધ્યમ ક્ષતિ ૦.૦૭૫ મિ. મી. છે. લોથલમાં પણ એકમ ૬૭.૦૫૬ મિ. મી. ને છે, પરંતુ વધુ ચોકસાઈ(accuracy)નાં પ્રયોજન માટે એને વધુ નાના પિટાવિભાગમાં વિભક્ત કરેલ છે. સિંધુ મુદ્રાઓ મહે– દડોની માપપટ્ટી ઉપરના વિભાગો કરતાં લોથલની માપપટ્ટીઓના વધુ નાના વિભાગોની ગણતરીએ વધુ ચોકસાઈથી માપી શકાય છે. એવું દેખાય છે કે પાર 'અને હસ્ત એ બંને રેખા–માપન માટેના એકમ ગણાયા હતા; આમાંના પહેલાની લંબાઈ ૧૩.૨ ઇંચ (૩૩.૫ સે. મી.) અને પછીનાની ૨૦.૩ થી ૨૦.૮ ઈંચ (૫૧.૫ થી ૫૨.૮ સે. મી.) છે. લોથલમાંનાં મકાન “પાદ” ના પૂરા એકમેની રીતે માપી શકાય એમ છે; દા. ત. તબક્કા જ ૩૪ માંના મકાન નં. ૧૫૯ નું માપ ૪૨૦ એકમ છે, અને વખારનું ૧૧૭૪૧૨૩ એકમ છે. વળી એ પણ નોંધવું જોઈએ કે જેથલની માપપટ્ટી (૧.૭૭ સે.મી.) પરના પહેલા દસ વિભાગ એ “અંગુલ”ના પ્રાચીન ભારતીય એકમની વધુ નજીક છે. રાજ અને ભાઈકરના મત પ્રમાણે “અર્થશાસ્ત્રને અંગુલ ૧.૭૮૬ સે. મી. ની બરાબર છે.
લોથલમાંથી હાથીદાંતના મળેલા બીજા પદાર્થ લંબાઈમાં ૬.૫ થી ૧૨.૭ સે. મી. સુધીના માપની શંકુ આકારની શલાકાઓ છે. તેથલમાં એને શો ઉપયોગ હતો