________________
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ નિસાર અને નિસાતરાઓને ઉપયોગ અનાજને દળી લોટ બનાવવા માટે થતો હશે. લોથલ અને રંગપુરનાં ઉખનનોમાંથી કુશકી અને બળેલા દાણું મળ્યા છે, એ ઉપરથી ડાંગર અને બાજરીની ખેતીને ગેસ પુરા મળ્યો છે. ઘઉંની ખેતીનો પરોક્ષ પુરાવો અબરખિયા લાલ કળશો પર ચીતરેલી ઘઉંની ફોતરીથી મળી આવે છે. માટીની પકવેલી ચીજોમાં તકલીની ચકતી અને દાંડી કાંતવાવણવાના જ્ઞાનનાં સૂચક ગણાય. હડપ્પીય સ્તરમાંથી વણેલા કાપડ અને વળ ચડાવેલા દેરડાની છાપવાળાં માટીનાં પકવેલાં મુદ્રાંકન મળ્યાં છે. લોથલની તળપદી વસ્તીને સુતરાઉ કાપડની કદાચ જાણ હશે. અહીંથી સુતરાઉ માલની નિકાસ થતી હશે એ અસંભવિત નથી.
સહુથી પ્રાચીન નિવાસીઓ માટીનાં કે કાચી ઈટોનાં બાંધેલાં નાનાં મકાનમાં રહેતા હતા, પરંતુ નિભાડામાં પકવેલી ઈંટ વિરલ હતી. એ સમયનું ગામ અત્યારે લુપ્ત થઈ ગયેલી નદીના ડાબી બાજુના કાંઠા પર ચડાવ લેતા નીચા ટેકરા ઉપર વસેલું હતું. કદાચ એ સાબરમતી નદીને મુખ્ય પ્રવાહમાર્ગ હતો. લોથલ ગામની હયાતી દરમ્યાન પણ એ નદીએ એને પ્રવાહ બદલ્યો હતે એવું જોવામાં આવ્યું છે. પૂરની સામે માટીના બંધથી ગામ-વસાહતનું રક્ષણ કરી લેવામાં આવ્યું હતું, પાછળથી આ બંધે ઉત્તરકાલીન અવસ્થામાં આ હડપ્પા-કાલીન શહેરની ફરતી દીવાલ માટે નક્કર પાયાની ગરજ સારી. અબરખિયાં લાલ મૃત્પાત્રો વાપરનારાઓએ થોડા સ્થાનિક ઉદ્યોગોને વિકસાવ્યા હતા, જેની ઊપજોની બહાર નિકાસ કરવામાં આવી હોવી જોઈએ. આવો એક ઉદ્યોગ મણકા બનાવવાનો હતો, કારણ કે કાર્નેલિયન અને અકીકના પરિષ્કૃત અને અર્ધપરિષ્કૃત સંખ્યાબંધ મણકા વસાહતના સહુથી પ્રાચીન સ્તરમાં મળી આવ્યા છે. બીજા મહત્વના ઉદ્યોગોમાં છીપનાં અને હાથીદાંતનાં કામ હવા જોઈએ, કારણ કે એને માટે જઈ તે કાચો માલ ત્યાંથી જ મળતા હતા. સૌરાષ્ટ્રને સમુદ્રકાંઠે, ખાસ કરીને દ્વારકાને પ્રદેશ, શંખ-છીપ માટે જાણીતું છે.
લોથલમાં વિશેષીકૃત ઉદ્યોગોને વિકાસ થયો હતો એ હકીકત જ સૂચવે છે કે ત્યાં ખેડૂત સિવાયની વસ્તીના નિભાવ માટે જરૂરી વધારાની ખાતસામગ્રીનું ઉત્પાદન થતું હતું. તામ્રના પદાર્થો અને અર્ધકિંમતી પથરો અહી મળેલા હોવાથી એવું બીજું એક મહત્વનું અનુમાન તારવી શકાય તે એ કે અહીંના નિવાસીઓએ સમુદ્રપારને વેપાર ઘણું પ્રમાણમાં વિકસાવ્યો હતો,