________________
૧૦૦]
ઇતિહાસની પૂર્વભૂમિકા અંશતઃ મૂળ સ્થિતિએ લઈ જતા સંજોગોમાં ઊંધું પકવવાની ક્રિયાથી પકવવામાં આવતાં હતાં. આ પ્રમાણે પકવવામાં આવતાં પાત્ર નિભાડામાંથી નીકળે ત્યારે અંદરના ભાગમાં કાળાં અને બહારના ભાગમાં લાલ હોય છે. ગુજરાતમાં આ હુન્નરક્રિયા (technique) ઘણો લાંબો સમય ચાલુ રહી અને ઈ. સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીમાં મધ્ય ભારત અને દખણના તામ્ર-પાષાણયુગના અનુ–હડપીય લેકે સુધી ઊતરી આવી હતી. છેવટે એ દક્ષિણ ભારતના લેખંડ વાપરનાર અને મહાશિલાઓ વડે સમાધિ બાંધનાર લેકેની સંસ્કૃતિનું લક્ષણ બની. આઘઐતિહાસિક ગુજરાતનાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોએ ભારતીય પુરાવસ્તુવિદ્યામાં ભારે મહત્ત્વ ધારણ કર્યું છે, કારણ કે એ મેવાડના ઉચ્ચ પ્રદેશમાં આવેલા આહાડમાં, નર્મદાની ખીણમાં આવેલા નાવડાતલી અને મહેશ્વરમાં, મધ્ય પ્રદેશમાં આવેલા એરણ ખાતે, બિહારમાં આવેલા ચિરંદ વિશે, તાપીની ખીણમાં આવેલાં પ્રકાશ અને સવળદાહમાં, ગોદાવરીની ખીણમાં આવેલા નેવાસામાં, ભીમાના પટપ્રદેશમાં આવેલાં ચંદેલી અને ઇનામગાંવમાં, અને દક્ષિણમાં આગળ જતાં તુંગભદ્રાની ખીણમાં આવેલાં હલૂર અને ટેલિકેટામાં મળતી, અન્યથા અળગી પડી ગયેલી આ તામ્રપાષાણ સંસ્કૃતિઓ વચ્ચેની આવશ્યક શંખલા બની રહે છે. “ઊંધું પકવવાની ક્રિયા”ના પ્રદેશમાં અને કાળમાં થયેલા પ્રસાર પરથી એમ કહેવું કે પશ્ચિમ ભારતમાંથી એક બાજુ મધ્ય અને ઉત્તર ભારતમાં અને બીજી બાજુ દખ્ખણ અને દક્ષિણ ભારતમાં લેકેની હિલચાલ થઈ છે–એ ચર્ચાસ્પદ મુદ્દો છે. આપણી માહિતીની વર્તમાન સ્થિતિમાં એ નથી સ્વીકારી શકાતો કે નથી નકારી શકાતો; પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે ઈ. સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીના છેલ્લા ચરણમાં ગુજરાતની બહાર સુધી અને પંજાબથી આંધ સુધીમાં વિસ્તરેલા વિશાળ પ્રદેશમાં રહેતા ભિન્ન ભિન્ન પ્રકારના સાંસ્કૃતિક સમૂહમાં એ મૃત્પાત્રપ્રકાર પ્રચલિત થઈ ચૂક્યો હતો.
લેથલના અબરખિયાં લાલ પાત્રો વાપરનારા લોકોનાં ભૌતિક સાધના પ્રશ્ન ઉપર પાછા આવતાં એવું માલૂમ પડે છે કે એ લોકો ભાદર અને સાબરમતીની ઉપરવાસની જમીનમાંથી મેળવેલી કાચી સામગ્રીમાંથી ઉત્પન્ન કરેલા જેસ્પર અને અકીકની સમાંતર-બાજુવાળી ટૂંકી પતરીઓ વાપરતા. આ પતરીઓને પ્રસંગવશાત અર્ધચંદ્રાકાર ઓજારનો ઘાટ આપવામાં આવતો અને એ દાતરડા વગેરે તરીકે કામ આપે એ માટે એને લાકડાના કે હાડકાના ઘરામાં બેસાડવામાં આવતી. અબરખિયાં લાલ વાસણ વાપરનારા લેકોને તામ્રની જાણકારી હતી, એ તામ્ર-પદાર્થોના ખંડિત અવશેષથી સિદ્ધ થાય છે પથ્થરના