________________
૫ મું]
મા-ઐતિહાસિક સંસ્કૃતિઓ સમુદ્રકાંઠાના સપાટ દેશમાં અને બીજુ અંદરના પ્રદેશમાં અસ્તિત્વ સૂચવે છે. - પ્રભાસ અને રેજડી(શ્રીનાથગઢ)માં નીચામાં નીચી સપાટીઓએ મળતાં હડપ્પીય પાત્રો અને તળપદાં પાત્રો વચ્ચે ભેદ પાડે જરૂરી છે. કદાચ સ્તરોનું વધુ સાવધાની ભરેલું પરીક્ષણ કરવામાં આવે તો એમાંથી બે ભિન્ન સાંસ્કૃતિક વિભાગો (zones) ખુલ્લા થાયઃ પહેલે એવો જેમાં ધૂસર મૃત્પાત્રોનું ચલણું મુખ્ય હતું, ને પછી એ કે જેમાં ઉત્તર હડપ્પીય અને અબરખિયાં લાલ મૃત્પાત્રોનું મુખ્ય ચલણ હતું. બેઉ બિન–હડપ્પીય મૃત્પાત્રો લેથલમાં જાણવામાં આવેલી સંસ્કૃતિને મળતી તળપદી પ્રાગ–હડપ્પીય તામ્રપાષાણ સંસ્કૃતિના બે પ્રકાર ચોક્કસ રીતે રજુ કરી આપે છે; એમાં એક તફાવત રહેલ છે કે શ્રીનાથગઢ અને પ્રભાસમાં હડપ્પીય લેકે મોડેથી આવ્યા હતા. (ઈ) અબરખિયાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ
હડપ્પીય વસવાટ પહેલાંની અબરખિયાં મૃત્પાત્રોની સંસ્કૃતિનું વધુ સારું ચિત્ર આપણે લોથલમાં મેળવી શકીએ છીએ. લોથલના સહુથી પહેલા નિવાસીઓ સપાટીની નિષ્પત્તિમાં કરેલી સફાઈને લીધે પતલા અને સંસ્કારિત લાગતાં, ચાકડાથી બનાવેલાં અને સારી રીતે પકવેલાં મૃત્પાત્રોને ઉપયોગ કરતા હતા. એ પાત્રો રંગમાં ઘેરાથી લઈ આછા લાલ રંગનાં હતાં અને માટીમાં સ્વાભાવિક અશુદ્ધતા તરીકે રહેલા અબરખ એને ચળકાટ આપતો હતો. અબરખિયાં લાલ મૃત્પાત્રો વાપરનારા લોક સાદા હતા. તેઓ ઊભા હાથાવાળા કે ઊભા હાથા વિનાના કળશે અને ગોળ તળિયાવાળા અને ચળકતી હાંસવાળા ઘડા (jars) જેવા સાદા ધાટ બનાવતા હતા; પરંતુ તેઓ પાત્રોની સપાટી ઉપર સાવધાનીથી ચિતરામણે કરતા હતા, એ ઉપરથી જાણી શકાય છે કે એમની પાસે ઉચ્ચ પ્રકારની કલાદષ્ટિ હતી. આછી લાલ કે ઘેરી લાલ સપાટી ઉપર પાતળી કાળી રેખાઓ કરવા માટે સુંદર પીંછી વાપરવામાં આવતી હતી. સામાન્યતઃ આડી રેખાઓ, તરંગાકાર રેખાઓ, ગૂંચળાં (loops) અને ત્રાસી રેખાઓ ઘડાના કાંઠલા ઉપર અને હાંસના બહારના ભાગ ઉપર જોવામાં આવે છે; અને રેખાપૂરિત હીરા–આકારો (hatched diamonds) અને ઘાસિયા રેપા કળશના અંદરના ભાગ ઉપર જોવામાં આવે છે. થોડા દાખલાઓમાં અર્ધવર્તુલે અને જાડા પટ્ટા પણ ચીતરવામાં આવતા હતા. એવા નમૂના કેટ-દીજી અને કાલીબંગનનાં પ્રાગહડપ્પીય પાત્રોમાં મળે છે.
અબરખિયાં લાલ પાત્રો ઘડનાર લોકોએ બનાવેલાં બીજા પ્રકારનાં મૃત્પાત્રો એ કાળાં--અને-લાલ પાત્રો છે. આ પાત્રોને અંશતઃ પ્રાણવાયુ આપતા અને