________________
૧૦૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા જેથી એ નર્મદાના ખીણ પ્રદેશમાંથી ભારે માંગવાળા અર્ધ-કિંમતી પથ્થરની આયાત અને દૂરના પશ્ચિમમાંથી તામ્રની આયાત કરી શકાઈ, કારણ કે સાબરમતીના ખીણ પ્રદેશમાં એ બેઉ પ્રકારને કાચો માલ ઉપલબ્ધ નહોતે. વળી ઈ. સ. પૂર્વે ૨૫૦૦ જેટલા જૂના સમયમાં આડાવલીની દક્ષિણ પહાડીઓમાં ઉદેપુર નજીકથી મળતાં તામ્રનાં સ્થાનિક સાધનને ઉપયોગ કર્યાને કઈ પુરાવો નથી. આયાત કરવામાં આવતી ધાતુઓ અને પથ્થરોની કિંમત સુતરાઉ માલ, છીપના અને હાથીદાંતના પદાર્થો તેમજ અર્ધકિંમતી પથ્થરના મણકાઓના રૂપે ચૂકવવામાં આવતી હોવી જોઈએ. જેથલના વેપારીઓ સિંધમાં કેટ-દીજી સુધી દર ગયા હોવા જોઈએ કે જ્યાં પ્રાગ–હડપ્પીય સ્તરમાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોમાં છે. તેઓ સિંધુના મુખપ્રદેશની પાર પશ્ચિમમાં કેટલે દૂર પહોંચ્યા હતા એ જાણવામાં આવ્યું નથી.
લેથલનાં અને કોટ–દીજી સિંધ)નાં પ્રાગ-હડપ્પીય ગામમાં લેખનકળાને પુરા કે આજનનું અને જાહેર આરોગ્યનું કંઈ સૂચન મળ્યું નથી. (ઈ) કેટ-દીજી સંસ્કૃતિ
કચ્છમાં દેસલપર ખાતે કરેલાં ઉખનનમાંથી મળેલા માટીકામના સંગ્રહમાં એવા પાતળા ઘડાનો સમાવેશ થાય છે. એને ઘટ્ટ કાળો પટ્ટો ચીતરેલે સંકુચિત કાંઠલે હોય છે, જે કેટ-દીજીની પ્રાગ–હડપ્પીય સંસ્કૃતિની માટીકામની પરંપરાની નકલ હોય તે પ્રકારને લાગે છે. અંદરના ભાગમાં સફેદ રેખાઓમાં ચીતરેલાં કાળાં-અને-લાલ મૃત્પાત્રો સાથે સાથનાં કોટ–દીજીનાં મૃત્પાત્રો દેસલપર ખાતે પ્રાગુ-હડપ્પીય વસાહતનું અસ્તિત્વ બતાવે છે, જ્યારે ત્યને ટૂંકી પતરીને ઉદ્યોગ સૂચવે છે કે ત્યાંની સંસ્કૃતિ તામ્રપાષાણ પ્રકારની (chalcolithic ) 3. :: લેથલ, પ્રભાસ અને દેસલપરના સહુથી પ્રાચીન સ્તરોનાં મર્યાદિત ઉસ્મનને પરથી ત્રણ ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક લેકસમૂહનું અસ્તિત્વ કપી શકાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હડપ્પીય લેકે આવ્યા તે પહેલાં તેઓ વત્તેઓછે અશે, સમાન આર્થિક વિકાસ ધરાવતા હતા. સિંધથી નજીક હોવાને લઈને અને કરીનાળ અને રણ દ્વારા સિંધુના ખીણ-પ્રદેશમાં જવાની સરળતાને લઈને દેસલપર કેટ-દીજી સંસ્કૃતિની અસર નીચે આવ્યું હોવું જોઈએ. કદાચ, દેસલપરની ટોડા પથ્થરોની કિલ્લેબંદી પણ, ખુદ કોટ-દીજીમાં બનેલું તેમ, પ્રાગૃહડપ્પીય વસાહતીઓએ પૂરની સામેના પગલા તરીકે જ બાંધી હતી.