________________
ઇતિહાસની પૂર્વભૂમિકા છે. વળી, એકમાં તે જમણી બાજુએ કાનની ઉપર અડધા ઈંચનું ગોળ કાણું પણ જોવામાં આવ્યું છે. આ કાણું સહેતુક કેરી કાઢેલું જ હેવું જોઈએ, કારણ કે મારવાથી કે કુદરતી રીતે આવું તદ્દન ગેળ કાણું, આસપાસના ભાગને ઈજા પમાડ્યા વગર, પાડવું એ મુશ્કેલ છે. જે આ કાણું જીવતા માનવનું પડવું હોય તે પ્રાગ–ઐતિહાસિક કાલની એ જાણીતી પ્રથાનું ભારતમાં આ પ્રથમ દષ્ટાંત છે. (બીજું ગયે વર્ષે જ કાલિબન્મનના ખોદકામમાં હડપ્પા સંસ્કૃતિને લગતું મળ્યું છે.) યુરોપ(ફ્રાંસ)ના નવા પાષાણયુગનાં હાડપિંજરામાં અને મધ્ય અમેરિકામાં– યુકેયન(પેરુ)ના પ્રાગઐતિહાસિક ઈન્કા લેકેના અવશેષોમાં એક વાર નહિ, પણ માણસની હયાતીમાં ચારપાંચ વાર છેદેલી પરીઓ મળી આવી છે. આ બધીયે વખત ઘા રુઝાઈ ગયા હોઈ માનવ જીવ્યો હશે એમ ઘાની ઢળતી ગોળાકાર કેર પરથી સાબિત થાય છે.
અત્યાર સુધીમાં ખોદકામથી બધા મળીને ૧૩ માનવના અવશેષે મળ્યા છે. આમાંથી એક પૂરેપૂરું, ત્રણ લગભગ આખાં, એક કરોડના મણકા અને છાતીની પાંસળીઓ વિનાનું, ત્રણ તૂટેલી ખોપરી અને બીજાં પણ ભાંગેલાં અંગવાળાં—એવાં હાડપિંજર મળ્યાં છે. છતાં પાંચ હાડપિંજરે એવી સ્થિતિમાં મળ્યાં છે, જે પરથી એમ જણાય છે કે કાં તે માથું પૂર્વ તરફ અને પગ પશ્ચિમ તરફ અથવા માથું પશ્ચિમ તરફ અને પગ પૂર્વ તરફ રાખી, ટૂંટિયું વળાવીને માનવને દાટવાને રિવાજ એ વેળા પ્રચાલિત હશે. ૧૯૬૩ના ખેદકામમાં જે માનવ-હાડપિંજર મળ્યું, તે ટૂંટિયું વાળીને નહિ, પણ તદ્દન સીધું દાટવામાં આવ્યું હતું ને એ ઉત્તર-દક્ષિણ દિશામાં રાખવામાં આવ્યું હતું.૨૫ અંત્યપાષાણયુગને માનવ
આ પાષાણયુગને માનવ હજી જંગલી અવસ્થામાં રહેતે, જોકે હવે એક ઠેકાણે રહેવા લાગ્યો હતો. આવી જંગલી અવસ્થાને બ્રેડવૂડ (Braidwood) નામના એક અમેરિકન વિદ્વાન Intensive Food Collection Stage (નિબિડ-ખાદ્યસંગ્રહ-ભૂમિકા) કહે છે. ટૂંકમાં, માનવ ગમે ત્યાં આહારને માટે રખડતો નહિ, પણ ઠરાવેલા પ્રદેશમાં (હદમાં) રહી ત્યાં જ પ્રાણીઓને શિકાર કરતે. ટીંબાઓ પર અને નદીકિનારે જ માનવને વાસ હતો. અહીં જ પાણી મળવું સુલભ હતું. હજુ સુધી કોઈ પણ જાતનાં મકાને-ઘાસ, પાંદડાં અને ડાળીઓથી બનાવેલાં ઝુંપડા કે બીજા કોઈ પણ જાતનાં મકાન-ના અવશેષ