________________
૫ મું ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ
t૮૯ (દાખલા તરીકે, માટીનાં ઢેફાં) લાંઘણજના ખેદકામમાંથી મળ્યા નથી, એટલે આ માનવ કેવી રીતે રહેતો હતો એ જાણવું શક્ય નથી. છતાં એટલું નિશ્ચિત છે કે જે જે પ્રાણુઓ-ગેંડા, નીલગાય, જંગલી ડુકકર, ત્રણ જાતનાં હરણકાળિયાર બડાશિંગી અને ડુક્કર-હરણ (Hog-deer) મળ્યાં છે–ગાય, ભેંસ, બકરાં, ઘેટાં પણ હતાં, પણ તેઓની જાતે નકકી કરી શકાઈ નથી–તે સહુને માનવ શિકાર કરતો, તેઓનાં શબને ટીંબાઓ પર લાવતા, કાપતા અને મૂકતો. તળાવમાંનાં કે નદીમાંનાં કાચબા અને માછલાંઓનો શિકાર કરી તેઓને ટીબાએ પર લાવવામાં આવતાં. આ ઉપરાંત, નોળિયા, ખિસકોલી અને ઉંદરો પણ ખાવામાં આવતાં, એટલું જ નહિ, પણ કાપેલાં જાનવરોના ઢગલાઓ જ્યારે એના કુટુંબીજનો કે ટોળીમાંના માણસો મરતાં ત્યારે તેઓની સાથે દાટતો. આમ રહેવાની જગા, રસોડું અને સ્મશાન એક જ સ્થળે હતાં.
આ સમયના હવામાન વિશે એટલું કહેવાય કે વરસાદ હાલ કરતાં સહેજ વધારે પડતો હશે, જેથી ટીંબાઓની પાસેનાં તળાવમાં બારે માસ પાણી રહેતું અને નદીકિનારે કે એની નજીક બીજે કોઈ સ્થળે, જ્યાં ભેજ વધારે રહેતો ત્યાં, ગેંડા જેવાં પ્રાણુઓ વિચરી શકતાં.
આ માનવને હવે શાસ્ત્રીય રીતે અભ્યાસ બે નિષ્ણાતોએ કર્યો છે. એક ડે. શ્રીમતી સોફી એરહાર્ડ અને બીજા ડે. કેનેથ કેનેડી. આ બંને વિદ્વાનોનું માનવું છે કે લાંઘણજનો માનવ કયા માનવવંશનો હતો એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે, કારણ કે એનાં શારીરિક લક્ષણોમાં લાંબું મોટું માથું, ઠીક ઠીક ઊંચાઈ સાથે ઊપસેલાં ભવાં, સહેજ બહાર આવતો નીચલો હોઠ. અને કદાચ ચીબું નાક સિલેનના આદિવાસી વેદ્દા અને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવામાં આવે છે. આમ ૪,૫૦૦ વર્ષો પૂર્વે ગુજરાતમાં માનવવંશ–સંકરતા થઈ ગઈ હતી.
આ માનવ, ઉપર કહ્યું તેમ, હજુ પાષાણયુગમાં જ હતા, કારણ કે એ જ્યાં રહેતો હતો ત્યાં, અને ઉત્તર ગુજરાતમાં લગભગ ૧૦૦થી વધારે ટીંબા પર કેવળ પથ્થરનાં નાનાં હથિયાર જ મળે છે, પરંતુ લાંઘણજ, આખજ અને હીરપુરાના ખોદકામ પરથી કહી શકાય કે આ યુગના ઉત્તરાર્ધમાં માનવ માટીનાં વાસણે વાપરતો થયો હશે, કારણ કે ઉપલા સ્તરમાં થેડીક બહુ જ નાની નાની ઠીકરીઓ મળે છે. આ ઠીકરીઓમાં મેટાં કોઠારનાં વાસણે દેખાતાં નથી. માટીનાં વાસણ બનાવવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં માનવે કાંઈ વધારે