________________
t૮૭
૫ મું 1
પ્રાગઐતિહાસિક સરકૃતિએ આવાં હથિયારોને હાથામાં ભરાવવામાં આવતાં. (મિસર, પેલેસ્ટાઈન અને ઇરાકમાંથી તે કરવતના જેવાં હથિયાર–આવા તીક્ષણ પથ્થરની નાની પતરીઓ ને દાંતોથી બનાવેલું દાતરડું-યથાવત મળી આવ્યાં છે.)
પથરનાં હથિયારોની જેમ જ હાડકાંને ચીરી એનાં નાનાં હથિયાર બનાવવામાં આવતાં. આના પણ થોડાક નમૂના મળ્યા છે. બીજા હથિયારે
ઉપર જે હથેડાને ઉલ્લેખ કર્યો તે બધા quartciteના ઉપલેમાંથી બનાવેલા છે. હાલ પણ આપણે આવા લીસા, ગોળ કે લંબગોળ ઉપલોને વાટવા, ભાંગવા વગેરે કામો માટે ઉપયોગ કરીએ છીએ. લાંઘણજના ખેદકામમાંથી જે નમૂના મળ્યા છે તે ઘણુંખરા અડધા કે પા ભાગ જેટલા ભાંગેલા હોઈ ભાંગેલી બાજુ પર વપરાશનાં ચિહને દેખાય છે. આ હડાઓને ખાસ શો ઉપયોગ થતો હશે એ કહેવું મુશ્કેલ છે. કાંતો એના વડે અકીકના ઉપલેમાંથી પતરીઓ પાડતા હોય કે એ બીજા કંઈ માર–ઠકના કામમાં વપરાતા હોય.
આવા હડાની સાથે વેળપાષાણના પણ જુદા જુદા ટુકડા મળે છે. આમાં કોઈ અડધા, કેઈ એનાથી નાના, તો કઈ ત્રિકોણાકાર હોય છે. ઘણાખરા ઘસાઈ ઘસાઈ એક બાજુથી લીસા અને ઢળતા થયા હોય છે, એટલે એમાં તે શંકા નથી કે આ વેળપાષાણના મેટા ટુકડા વાટવાના કે ઘસવાના પાટા તરીકે વપરાતા હશે.
ઘસવાને કે ચળકાટ લાવવાને માટે અને એમાંથી લાલ રંગ પાડવા માટે નાનામોટા, લાલ કે કિરમજી રંગના અને ઘસાઈને ત્રણચાર પાસાવાળા બનેલા લેહ-પાષાણુના ઘણું પથ્થરે મળ્યા છે. માનવનાં ચૂનારૂપ હાડપિંજરે
હડા જેવા મોટા ઉપલે અને વેળુપાષાણુના ટુકડાઓને માનવનાં હાડપિંજરો સાથે જે સંબંધ છે તે વીસરવા જેવું નથી. જ્યારે જ્યારે માનવના અવશેષો નીકળે છે ત્યારે ત્યારે એની ૩૦ કે ૧૫ સે. મી. (એક ફૂટ કે છ ઈંચ) ઉપર કે માનવના માથા આગળ આવા મેટા ઉપલે અને વેળપાષાણના કટકાઓ હંમેશ મળે છે અને પરી ઘણુંખરું દબાઈ ગયેલી કે ભાંગેલી હોય છે. અત્યાર સુધીમાં લગભગ બધા જ દાખલાઓમાં આવી સ્થિતિમાં ખોપરી મળી આવી