________________
ઈતિહાસની પૂર્વભૂમિકા
tઝ. (૩) લાંબાં કે ટૂંકાં, પહોળાં, ચપટાં કે જાડાં, કે કરોડ વગરનાં અને એક તરફ ધારવાળાં,
(૪) બીજના ચંદ્ર જેવાં, બહારની બાજુ ઘડીને બુઠ્ઠી બનાવેલાં, અને અંદરની બાજુ ઢળતી અને તીક્ષણ ધારવાળી રાખેલાં (આમાં ત્રિકોણાકાર, અર્ધત્રિકેણ, અણિયાળાં વગેરે પેટા વિભાગો પડે છે),
(૫) ગોળાકાર કે લગભગ ગોળાકાર, કઈ વાર ચોખંડાં, ત્રણ બાજુએથી જાડાં, અને બાકીની બાજુ ઢળતાં અને તીક્ષ્ણ ધારવાળાં,
(૬) ત્રિકોણાકાર કે બદામાકાર; લાંબાં કે ટૂંકાં, ચપટાં કે જાડા, કડવાળાં કે કરોડ વગરનાં-નીચેથી કે ઉપરથી ઘડીને ઢળતા બનાવેલા પાછલા ભાગવાળાં અથવા બંને તરફ ખાંચાઓ અને તીક્ષ્ણ અણીવાળી પાછલી બાજુવાળાં.
ઉપર વર્ણવેલી (૧) થી (૪) પ્રકારની પતરીઓ આપણા હાલના એક કે બે ધારવાળા ચપુને જ ઉપયોગ સારતી હશે. ખરી રીતે આપણું ચપુની પતરીઓનું આ આદિસ્વરૂપ છે. બેની વચ્ચે તફાવત કેવળ પદાર્થને જ છે, અને પાષાણયુગમાંથી તામ્રકાંસ્યયુગ દ્વારા ધીરે ધીરે પરિવર્તન થતાં એ હાલના લેહયુગનું અસ્તિત્વ બતાવે છે.
(૫) માં વર્ણવેલી પતરીઓ-મોચી લેકે વાપરે છે તેવી રાંધી જેવી–ચામડાં વગેરે ઘસીને સાફ કરવા કે કાપવા માટે વપરાતી હશે.
(૬) પ્રકારની પતરીઓ, જે સાધારણ રીતે બહુ નાની હોય છે તે, બાણના અને ભાલાના મુખભાગ (ટાચ) માટે, અને એમાંની ઝીણી અને પાતળી પતરીઓ સોયની માફક કાણું પાડવા માટે વપરાતી હોવી જોઈએ.
આવાં નાનાં, ઘણાં એક ઇંચની અંદર, થોડાંક દેઢ ઈચ, અને જૂજ બેત્રણ ઇંચ જેટલાં જ લાંબાં પથ્થરનાં હથિયાર કેવી રીતે વપરાતાં હશે એ વિચારવા જેવું છે. બધાં જ ફક્ત પતરી સાથે જ હાથમાં ઝાલવામાં નહેતાં આવતાં એનો પુરાવો ચેડાંક હથિયાર આપે છે. લાકડાના કે હાડકાના કે બંનેના હાથામાં મૂકી એ બાંધી લેવામાં આવતાં એવું આ પતરી–હથિયારને પૃષ્ઠભાગ તપાસતાં માલૂમ પડે છે. આ પૃષ્ઠભાગ કાંતો ઉપરથી કે નીચેથી ઘડીને ઢળતો, અથવા હથિયારના બાકીના ભાગ કરતાં પાતળો કે એના કરતાં વધારે જાડે, અથવા બંને બાજુ એક ખાંચાવાળો કર્યો હોય છે. આ ત્રણે પ્રકાર સુચવે છે કે