________________
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ પ્રથમ તે સર્વ હથિયારના (1) Core (ગામ) અને
(૨) Flakes (પતરીઓ) એમ બે મુખ્ય વિભાગે થાય છે.
Core (ગા) એટલે ઉપલોમાંથી ઉપલી પતરીઓ કાઢી અંદરનો જે જાડો, ગોળ, લાંબા વગેરે ભાગ અવશેષ રહે તે (દાખલા તરીકે કરીને કાપતાં ગોટલાને જે પાસાવાળો ભાગ રહે તે). કઈ કઈ core (ગાભા) એટલા કાળજીપૂર્વક કાપેલા હોય છે કે એનાં પાસાં તપાસતાં જ એમાંથી કેટલી અને કેવી કેવી જાતની પતરીઓ કાઢી હોય છે એ માલૂમ પડે છે. ઘણાખરા “ગાભા” આમ પતરીઓ કાઢી લીધા પછી રહી ગયેલા પથ્થર જ હોય છે અને ખાસ હથિયાર કે બીજી કોઈ રીતે વપરાશમાં આવે તેવા હેતા નથી, પણ કેટલાંક “ગાભા-હથિયારો” (core-tools) આવા પ્રકારનાં હોય છે:
(૧) લાંબાં અને અણીદાર,
(૨) ગળાકાર અને ત્રણ તરફથી જાડાં અને ચોથી તરફથી ઢળતાં અને અર્ધચન્દ્રાકાર ધારવાળાં,
(૩) લાંબાં, શંકુની માફક અણીદાર, અથવા અર્ધગોળ અને ઉપલે ભાગ ઘડેલે અને તેઓની બેઠક સફાઈથી સપાટ કાપેલી હોવાથી શેતરંજ રમવાના યાદા જેવાં,
(૪) પૈસાના કરતાં પણ ખૂબ નાનાં, છતાં તેઓને ઉપરને ભાગ બારીકાઈથી ઘડેલું હોય છે.
આ છેલ્લી જાતને કે ઉપર વર્ણન કરેલી બીજી જાતને શે ઉપગ થત, એ હજુ માલૂમ પડયું નથી.
એવી રીતે પતરી-હથિયાર (flake-tools) આવા પ્રકારનાં હોય છે - (૧) લાંબા ચપટાં અને બે તરફ ધારવાળાં, (૨) લાંબાં કે ટૂંકાં, મધ્ય ભાગમાં કરેડવાળાં અને બે ધારવાળાં,