________________
ક]
ઇતિહાસની પૂર્વભૂમિકા આવતાં હશે કે આવતાં હોવાં જોઈએ, કારણ કે આવાં સેંકડો હથિયારોની ધાર તપાસતાં કેઈક જ હથિયારની ધાર ખરબચડી જોવામાં આવી છે. ઝાડ ચીરવામાં તો એક જ દિવસમાં ધાર બુઠ્ઠી થઈ જાય.
આવાં હથિયાર સાબરમતી, ઓરસંગ, કરજણ, ડાંગ અને પીંડારા પાસે મળી આવ્યાં છે.
(ઈ) હથિયારની (આ) અને (બ) જાતનાં હથિયાર ઘડવામાં પતરીઓ વપરાતી, એમાં (ઈ) જાતનાં હથિયાર ઘડવામાં વધારે હેશિયારી વાપરવી પડતી, પરંતુ (ઈ) જાતનું હથિયાર તે ઉપલ કે પતરીમાંથી બનાવવામાં આવતું. શરૂમાં એ લંબગોળ ઉપલેમાંથી બનાવાતું. એમાં પણ પ્રારંભમાં એક જ બાજુને ભાગ એકબે ફટકો આપી ભાંગવામાં આવતું. આમ કેટલુંયે આવાં હથિયારોમાં હાથાવાળો ભાગ ઉપલેના જેવો જ રહ્યો છે, જ્યારે આગલે ભાગ બુદ્દો કે તીણ અણીદાર કે જીભની જેમ પાતળો, આગળ પડતો ને બંને તરફથી ઘડેલે જેવામાં આવે છે.
આ હથિયારની વિશિષ્ટતા એ છે કે એની નીચલી અને ઉપલી બંને સપાટી સહેજ કે અડધી કે આખી ઘડવામાં આવી હોય છે, એટલે એ બંને બાજુએથી ઘડેલાં “bifacial” (“દિમુખ, અર્થાત દ્વિપૃષ્ઠ-સંસ્કારિત”) હથિયાર તરીકે એ હવે ઓળખાય છે.
સૌથી પ્રારંભમાં જ્યારે આવા હથિયારની શોધ થઈ ત્યારે એને “હાથકુહાડી” (Hand-axe) સંજ્ઞાથી ઓળખવા માંડયું, કારણ કે કોઈ પણ હાથા સિવાય હાથમાં લીધું પકડીને આ વાપરવામાં આવતું હશે. ત્યાર પછી એ શોધનારના નામ પરથી “બુશે” (Boucher) પણ કહેવાયું; જોકે આ નામ બહુ આવકાર પામ્યું નહિ. વસ્તુતઃ એ જાડી ટોચવાળી છુરિકા (છરી) જેવું હેવા છતાં એને માટે “હાથ-કુહાડી” (Hand-axe) નામ જ પ્રચલિત છે.
સમય જતાં, હજારે અને લાખો વર્ષ વીતતાં માનવ આ હથિયારમાં સુધારો કરતો જ રહ્યો, એ એટલે સુધી કે આદ્યપાષાણયુગના અંતમાં આ એક અતિશય સુંદર, ચારે તરફથી સીધી ધારવાળું, બહુ જાડું નહિ તેમ બહુ પાતળું નહિ, એવું સમ (સરખું) હથિયાર બન્યું. અને આકાર હવે પીપળાના પાનના કે હૃદયના કે બદામના આકાર જેવો લાગે. આવાં પાતળાં અને બહુ જ સમ (સરખાં) હથિયાર પતરીઓમાંથી બનાવવામાં આવતાં. આનું નામ