________________
૫ મું]. મા-ઐતિહાસિક સંસ્કૃતિઓ t૭૫ આવાં હથિયાર સાબરમતીમાં ધોઈ અને વલાસણ (તા. ખેરાળુ) આગળ, મહીમાં વાસદ (તા. આણંદ) પાસે અને પાર નદીની ખીણમાં મળ્યાં છે. આ હથિયાર ઝાડનાં થડોમાં ખાંચા કરવા માટે, અસ્થિ ભાંગવા માટે વગેરે કામમાં આવતાં હશે.
(આ) ચેરસ કે લંબચોરસ, કાંઈક ગળાકાર ધારવાળી, હેતુપુર:સર કાઢેલી પતરીઓ (Flakes) (૫ટ ૭, આકૃતિ ૧૧૧) સાધારણ રીતે એક જ બાજુએ ધારવાળી હોય છે, જ્યારે એની સામેની બાજુએ નીચે તરફ ઊપસેલે ભાગ (Bulb of Percussion) દેખાય છે. ટૂંકમાં, એ પહોળી ધારવાળી પતરીઓ છે. આવી પતરીઓ શિકાર કરેલા પ્રાણીઓ કાપવાને કે ઝાડની ડાળીઓ કાપવાને ખપમાં આવે. હેતુપુર સર ભાંગેલી આવી પતરીઓ નખત્રાણા (કચ્છ) પાસે ભૂખી નદીની ભેખડમાં છેક નીચલા સ્તરમાં ૧૯૬૭માં યથાવત સ્થિતિમાં મળી છે.૧૨ આ “બસાટ” ની બનાવેલી છે.
(ઈ) લગભગ (આ) ને જેવાં જ, પણ એની ધારવાળી બાજુ બહુ પહોળી નહિ, કારણ કે આ ધાર પતરીની ટૂંકી બાજુએ હોય છે. બીજુ, આ ધારની સામેની બાજુ સહેજ જાડી અને ઈ ના જેવી ગોળાકાર કે ચોરસ, કે કંઈક વાર V ના જેવી સાંકડી પણ હોય છે. આવી પતરીઓની લાંબી બાજુઓ. સાધારણ રીતે જાડી અને ઘડેલી હોય છે, જ્યારે ધારવાળે ભાગ કુદરતી રીતે
–ઉપલી અને નીચલી સપાટીઓ મળવાથી–ધારદાર હોય છે. ધાર સાધારણ રીતે સીધી, કેઈક વાર સહેજ આડી કે સહેજ ગોળાકાર હોય છે ને એની બાજુઓ બહાર જતી જોવામાં આવે છે; જવલ્લે જ ધારમાં ખાડે હોઈ અંતર્ગોળ હોય છે.
આવી પતરીઓ (Cleavers) (પટ્ટ. ૮, આકૃતિ ૧૧૨; પદ, , આકૃતિ, ૧૧૫) ખાસ અમુક ઢબે, મોટા ઉપલે કે ખડકોમાંથી કાઢવામાં આવે છે.
ધાર અને હાથાવાળા ભાગના આકાર પ્રમાણે ઓછામાં ઓછા આઠ પ્રકારમાં અને વિભાજિત કરી શકાય. એ ઝટકાથી ઝાડ કે પ્રાણીઓનાં માંસ તથા અસ્થિ કાપવાને માટે કામમાં આવતી હશે, તેથી આને “ઝટકાથી કાપવાના હથિયાર” કહીએ તો ખોટું નથી. આ પ્રયોગ કરતાં માલૂમ પડયું છે કે આવાં હથિયાર (Cleavers) ઝાડ ચીરવાને માટે નહિ, પરંતુ પ્રાણુઓનાં શરીર કાપવાને માટે મુખ્યત્વે કામમાં