________________
૫ સુ’]
પ્રાગ્—ઐતિહાસિક સસ્કૃતિ
[ ૭૭
“હાથ-કુહાડી” (Hand-axe) લાંબા વખતથી રૂઢ થયું હોઈ સગવડ ખાતર આપણે એ નામ ચાલુ રાખીએ તે ખાટું નથી. આમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એને ઉપયેાગ કુહાડી તરીકે નહિ, પરંતુ જમીનમાંથી કંદ-મૂળ વગેરે કાઢવા માટે અને એવાં બીજાં કામેા માટે, તથા પ્રાણીઓને શિકાર કરવા માટે થતા હશે, પણ ઝાડ કાપવાને માટે નિહ.
પ્રયાગેા કરતાં માલૂમ પડયુ` છે કે એનાથી ઝાડ ચિરાય છે ખરું, પણ એ જમીનમાં ખાવાને વધારે અનુકૂળ આવે છે. લગભગ બધા જ પ્રકારની હાથ– કુહાડીઓ (૫ટ્ટ ૭, આકૃતિ ૧૧૦; પટ્ટ ૮, આકૃતિ ૧૧૩–૧૧૪; પટ્ટ ૯, આકૃતિ ૧૧૫–૧૧૭; પટ્ટ ૧૦, આકૃતિ ૧૨૦) સાબરમતી, એરસંગ અને કરજણની ખાણામાંથી મળી આવી છે. ડાંગમાંથી મુખ્યત્વે ‘ કલીવર્સ” અને ઉપલામાંથી બનાવેલાં હથિયાર (Pebble−Tools) મળ્યાં છે, જ્યારે રાઝડીમાંથી એક ખે કુહાડીએ (પટ્ટ ૯, આકૃતિ ૧૧૬-૧૧૭) મળી છે. કચ્છમાંથી પણ હજી એક એ કુહાડીએ જ મળી છે.
આમ હમણાં સમગ્ર ગુજરાતમાંથી ઉપર વર્ણવેલા આદ્યપાષાણયુગનાં ચાર પ્રકારનાં હથિયાર મળ્યાં છે. ખેશક, આમાં અંદર અંદર તફાવત છે, પરંતુ એ ઉપલકિયા અને ખડકની પ્રકૃતિને લીધે છે, ખાસ ધડવાની કળાને લીધેનહિ.
સમયાંકન
આ હથિયારે કે એના બનાવનારાઓના સમય કા? આ ફૂટ પ્રશ્ન છે. એને વિશે જોઈએ તેવા આનુષ`ગિક અભ્યાસ થયેા નથી, પરંતુ હથિયારાના પ્રકાર અને એને ધડવાની કળા પરથી તેમજ એ જે રીતે સાબરમતી, આરસંગ, ભાદર અને ભૂખીના સૌથી નીચલા અને ખડકની ઉપર ચૂનાથી બંધાયેલા રેતી અને ઉપલાના સ્તરામાં મળે છે, તેના ઉપરથી આપણે કહેવુ જોઈ એ કે જ્યારે ગુજરાતમાં નદીએ પ્રથમ વાર વહેવા લાગી અને સમય જતાં હવામાનમાં ફેરફાર થતાં એના તટા ઉપર માનવ વસતા થયેા તે સમયના માનવનાં આ હથિયાર છે. આ રીતે ગુજરાતના આ આદિમાનવ થયેા; જોકે પૃથ્વીના તલ ઉપરના એ આદિમાનવ નહિ હોય. આનું કારણ એટલુ જ કે ગુજરાતમાં, ખાસ કરીને સાબરમતીને તીરે. સ્તરેા પ્રમાણે હથિયારાની બનાવટમાં પરિવર્તન જોવામાં આવતું નથી. સૌથી નીચલા અને પ્રથમ બંધાયેલા સ્તરમાં એક બાજુ ખૂબ જ સાદાં ધડમેધડ અને બીજી બાજુ સારાં, સુપ્રમાણ અને સુંદર એવાં બને