________________
૨. અનાદિસાત : ભવ્યજીવને કર્મ સંયોગ અનાદિથી છે અને કર્મનો નાશ
પામવાના સ્વભાવથી તેનો અંત છે. દા.ત. ક્ષાયિક સમ્યક્ દષ્ટિ. ૩. સાદિ અનંત સિદ્ધપણું પ્રગટ થયું છે. હવે તેનો ચેતનથી વિયોગ ક્યારેય નથી.
દા.ત. સિદ્ધ ભગવંતો. ૪. અનાદિ અનંત : જે અનાદિથી છે અને ક્યારેય પણ તેનો નાશ નથી.
અભવ્યપણું, જીવ, પરમાણું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરે બધા દ્રવ્યો અનાદિ અનંત છે.
આત્મા પરિણામને યોગ અને ઉપયોગ રૂપે આદિ અને અંતવાળો છે. તેથી આત્મા સ્વભાવથી અનાદિ છે અને યોગાદિના આધારે આદિવાળો અને અંતવાળો પણ છે. (બ) પરિણામ:
પદાર્થની વિવિધ પ્રકારની પરિણતિ (અવસ્થા)નું રૂપાંતર થવું ફેરફાર થવો તે પરિણામ છે. આકાર અને અવસ્થા બદલાય પણ દ્રવ્ય ન બદલાય માટી પિંડરૂપે બની જાય. તેમાં કાળ ન માનવામાં આવે તો એક સમયે ઉત્પત્તિ અને એક સાથે નાશ થઈ જાય.
આપણા જીવનનું પ્રથમ કર્તવ્ય છે કે આપણે સ્વના ઉપયોગમાં આવવું, પોતે પોતાના સ્વરૂપના દર્શન કરવા. પ્રભુના દર્શન પણ એટલા માટે કરવાના કે મારા આત્માના મને સતત દર્શન થાય. માટે આત્મદર્શન એ પાપનો નાશ કરનાર છે. નવતત્ત્વના સ્વરૂપનો નિર્ણય કર્યા વગર પરમાત્માના વાસ્તવિક દર્શન થઈ શકે નહીં. નવતત્ત્વ દ્વારા પોતાની જે શુદ્ધિ છે તે વર્તમાનમાં અનાદિના કર્મસંયોગના કારણે અશુદ્ધ બની ગઈ છે. તે માટે કર્મની વિવિધતાનો વિચાર કરીને આપણા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
વર્તનાદિ કાળકૃત તે કાળના લિંગ છે. તેમાં નવા પુરાણાદિ રૂપે તે તે ભાવે નિરંતર તે વર્તન, અને નવા નવા પર્યાયની પ્રાપ્તિ તે પરિણામ. વાદળા વગેરેમાં આદિમાન અને ચંદ્ર વિમાન વગેરેમાં અનાદિમાન પરિણામી છે.
જીવ પરિણામી સ્વભાવવાળો છે. પર દ્રવ્યના નિશ્ચય સ્વરુપનું ભાન ન થાય તો અનાદિથી પર દ્રવ્યમાં પરિણમન પામતા આપણા આત્માના સ્વભાવને રોકી શકીએ નહીં માટે પર દ્રવ્યમાં પરિણમન પામતા આપણા આત્માના સ્વભાવને રોકીને સ્વ સ્વભાવમાં પરિણામ પામવું એ જ આત્માની મુખ્ય સાધના છે. 80 | નવ તત્ત્વ