________________
૭. વૈદિય પુગલ પરાવર્તઃ
વૈક્રિય શરીર સંસારમાં ઘણા કાળે પ્રાપ્ત થતું હોવાથી તેનો પુદ્ગલ પરાવર્તકાળ સહુથી વધારે હોય છે. તે પણ અનંતગુણ અધિક છે. આમ જીવ આ ૭ વર્ગણા રૂપ પુદ્ગલ પરાવર્તોમાં અનંતકાળથી ભ્રમણ કરતાં પોતાના સ્વભાવમાં રમણ કરવાનું ભૂલીને ભયંકર પીડા ભોગવે છે. આવી વિચારણા કરવાથી જીવને પોતાના ઉપર અનુકંપા પ્રગટ થાય છે. • નિશ્ચયકાળ ૪ પ્રકારના છેઃ
(અ) વર્તના (બ) પરિણામ (ક) ક્રિયા (ડ) પરત્વ અને અપરત્વ. નિશ્ચયકાળનો ઉપકાર નવાને જૂનું કરે તે
पुनर्वर्तमानैकसमयात्मकः असौ नैश्चियिकः
__वर्तमान एक समयरूपः निश्चयकालः (અ) વર્તના:
વર્તના નિશ્ચયકાળનું મુખ્ય લક્ષણ છે. એ વસ્તુનું તે-તે સ્વરૂપે રહેવું તે વર્તના. વસ્તુનું અસ્તિત્વ સત્તા રૂપે રહેવું તે વર્તન, પદાર્થનું તે પણું રહેવું, હોવાપણું થવું તે વસ્તુની સત્તા છે. દરેક વસ્તુની સ્થિતિ, ગતિ, ઉત્પત્તિ, પર્યાયો વગેરેમાં વર્તના કારણ છે. કાળ વડે વર્તનાની શુદ્ધિ થાય છે. એથી કાળ દ્રવ્ય વર્તના ગુણવાળું જાણવું. પુદ્ગલ દ્રવ્યનું પણ જે પ્રતિસમયે જે પરાવર્તન થાય છે તેમાં મુખ્ય કારણ કાળ દ્રવ્ય છે. તેથી વર્તના એ કાળ દ્રવ્યનું લક્ષણ છે. સઘળા દ્રવ્યો સ્વયં પ્રત્યેક સમયવર્તી રહ્યા છે અને ઉત્પાદ અને વ્યય પણ દરેક દ્રવ્યમાં પ્રતિ સમય થઈ રહ્યો છે. કાળ માત્ર તેમાં નિમિત્ત છે.
વર્તનાકાળ ૪ પરિણામવાળો છે: ૧. સાદિસાંત ૨. અનાદિસાંત
૩. સાદિ અનંત ૪. અનાદિ અનંત ૧. સાદિસાંત: જેની શરૂઆત અને અંત પણ હોય તેને સાદિસાંત કહેવાય. દા.ત. પુદ્ગલના સ્કંધો માટીનો ઘડો-માટીમાંથી ઘડારૂપે નિર્માણ થાય અને ઠકરારૂપે નાશ પણ થાય.
અજીવ તત્વ | 79