________________
કર્મના ઉદયથી કષાયને વશ થયેલા આત્માના શુદ્ધ પરિણામો અશુદ્ધ રૂપે પરિણમે છે. માત્ર ઊર્ધ્વગતિ કરવાવાળો આત્મા જ્યાં સુધી કર્મનાં સંયોગરૂપે પુદ્ગલમય અવસ્થાને ધારણ કરે ત્યાં સુધી તે સંપૂર્ણ સદા માટે ઊર્ધ્વગતિ કરી શકે નહીં પણ ત્યાં સુધી પુદ્ગલ પ્રમાણે જ તેને ગતિ કરવી પડે. તે રીતે ઈન્દ્રિયાતીત એવો આત્મા જ્યાં સુધી મોહને આધીન છે ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ શુદ્ધ ન થાય અને તે જ્ઞાનને પણ તેને વ્યક્ત કરવા સાધનની જરૂર પડે. કર્મના ઉદયથી સાધનરૂપે મળેલી ઈન્દ્રિયો અને મન વડે જ્ઞાનનો વ્યાપાર થાય. સંપૂર્ણ મોહનાશ થાય પછી જ્ઞાન પૂર્ણ નિરાવરણ થાય પછી આત્માના પ્રદેશોમાં શક્તિરૂપે રહેલ જ્ઞાન જે પૂર્ણ શુદ્ધ થઈ ગયું છે તેનો વ્યાપાર કરવામાં કોઈ સાધનની જરૂર પડે નહીં. માત્ર બીજાને જણાવવા વચન પ્રયોગ જરૂરી આત્માના પ્રદેશમાં રહીને જ્ઞાન સર્વ શેયને જાણી લે છે. જ્ઞાન અને નિર્મળ આનંદને અશુદ્ધ કરનાર કષાય પરિણામ છે.
વિશેષ નોંઘ: આત્માના કર્મકૃત ૧૦ મિશ્ર પરિણામોમાંથી માત્ર ગતિ અને ઈન્દ્રિય પરિણામ સુધી વિસ્તારપૂર્વક વાચના અપાઈ છે. બાકીના પરિણામોની વાચના હજ અપાઈ નથી તેથી આગળના ૮ મિશ્ર પરિણામ અને ૧૦ શુદ્ધ પરિણામોનો વિસ્તાર બાકી છે. (વિષય અધૂરો ન રહે માટે મૂળપ્રદાર્થની માહિતીરૂપ ૮ મિશ્ર અને
૧૦ શુદ્ધ પરિણામો ટૂંકમાં જણાવ્યા છે.)
૩) કષાય પરિણામ : કષતિ હિંસા, શુદ્ધ સ્વભાવે આત્મા અહિંસારૂપ છે. માટે અહિંસા પરમો ધમ કહેવાય. અપ્પા હિંસા થવા ક્રોધાદિ કષાય એ જ હિંસા પરિણામ છે અર્થાત્ તે આત્માના આનંદ (પ્રસન્નતા) રૂપ પરિણામને હણનાર છે. અર્થાત્ આત્મામાં આનંદાદિને બદલે કલુષિતતા (લાગણી), વ્યાકુળતા, સંતાપ, અશાંતિ, અસમાધિ, અતૃપ્તિ, તૃષ્ણા, અસંતોષાદિ લાગણી રૂપ વિભાવ પરિણામો પ્રગટ થાય તે બે રીતે જીવ અનુભવે. (૧) બાહ્ય પાંચે ઈન્દ્રિય વડે-વિષયના સેવન-આસક્તિ વડે આત્માના શુદ્ધ આનંદ પરિણામને બદલે કષાય પરિણામ અનુભવે અને (૨) બીજી રીતે માનસિક પીડા રૂપે અનુભવે. અપમાનાદિ થવા વડે માનકષાય વશ થવા
અજીવ તત્ત્વ | 295