________________
આત્માએ જિનવાણી સાંભળી, સારી લાગી પણ હવે એને પરિણામ પમાડવાનો પુરુષાર્થ કરે તેને ગુરુ સાક્ષાત્ છે તેને યાદ ન કરવા પડે અને તેમનો વિરહ પણ ન સાલે. ફોટો તો જ્યારે જુઓ ત્યારે દર્શન થાય પણ તત્ત્વના પરિણામ આત્મામાં પરિણમનના પુરુષાર્થમાં-પ્રયત્નમાં હશે ત્યારે ગુરુ સાક્ષ અર્થાત્ ગુરુની કૃપા ધોધ અદશ્ય રીતે વરસશે.
જો આપણે પરમાત્માના શરણમાં ગયા તો આપણને હવે ભય ન જ હોય પણ ભય હોય તો પરમાત્માના શરણે ગયા જ નથી. પરમાત્મા અભયદયાણં છે, ત્યાં ભયને સ્થાન નથી. જિનનું વચન જેવું સ્વીકારો તેવું તેનું પરિણામ આવી જાય તો ગમે તેવા ભયના સ્થાનમાં પણ ચિત્ત સમાધિમાં રહે. અનુક્રમે અભય-દયાણ, ચખુ-મગ્ર-શરણ અને બોધિદયાણ ક્રમ મૂક્યો. એટલે સમ્યગ્દર્શન આવ્યું એટલે આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ ને સમ આવે. સમ એટલે સમાધિ સંતોષ જીવદ્રવ્ય ઉપાદેય પણ અજીવની સાથે બેઠેલો છે તેના કારણે કર્મના ઉદયગત તમામ સંયોગો-સંબંધો હેય જ છે. આ નિર્ણય ન થાય તો સમાધિ આપવાની તાકાત કોઈની પણ નથી. કારણ કે સંયોગ છે તે વિયોગના સ્વભાવવાળા હોવાથી જ્યારે વિયોગ થાય ત્યારે અસમાધિ થવાની આથી હેયમાં હેયનો નિર્ણય જરૂરી અર્થાત્ જે છોડવા યોગ્ય જ છે તે મારે છોડવા જ જોઈએ. આપણે છોડીએ કે ન છોડીએ તે છૂટી જ જવાના છે. ભગવાનની આજ્ઞા ન માનવી એના જેવી કોઈ બીજી ભૂલ નથી.
જે ભગવાનની આજ્ઞા માને તેને ગમે તેવી પરિસ્થિતિમાં સમાધિ મળ્યા વગર ન રહે. તમને સમાધિ જોઈએ છે કે સાતા? તેનો પ્રથમ નિર્ણય કરો. જેને સમાધિ જોઈતી હોય તે ઉપાય સ્વીકારવા તૈયાર કેમ ન થાય? થાય જ. પણ આપણા અનાદિથી સાતાથી ટેવાઈ ગયા છીએ, એ હેય નથી લાગતી. તમામ પર પધાર્યા જીવ માટે હેય છે એમ સર્વજ્ઞ પરમાત્માએ જોયું માટે તેમણે તેને હેય કહ્યા. પરમાત્માની મહાકરુણા આપણને એ કહી રહી છે કે “હેયને માની લે ને તેનાથી જે ભયંકર પીડા પામી રહ્યો છે તેનાથી તું છૂટ.” આ વાત આપણે નહીં માનીએ તયાં સુધી મિથ્યાત્વ જ છે. જ્યાં સંસાર સુખનો રાગ છે ત્યાં અપૂર્વદ્વિષનો પરિણામ લાવવાનો છે. અપ્રશસ્ત રાગને પ્રશસ્તમાં ફેરવવાનો છે. સંસારનો આખો રાગ ઉઠાડીને પંચપરમેષ્ટિ પર લાવવાનો છે. જરૂર પડે તેની માટે બધું જ ફના કરવા તૈયાર. માટે જ પ્રથમ પ્રીતિ અનુષ્ઠાન મૂક્યું.
294 | નવ તત્ત્વ