________________
આવી શકતી નથી. ગમે તે કારણ હોય વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જેમાં હોય તે રૂપી જ હોય. વાયુ એ રૂપી છે. એનો આપણને સ્પર્શ થાય છે. અવધિજ્ઞાની વાયુની
દારિક કાયાને જોઈ શકે છે. આપણી ચામડાની આંખથી કેટલું દેખાય? નબળી હોય તો નજીકનું ન દેખાય, ઝીણું ન દેખાય. આપણે જે પણ નિર્ણય કરીએ છીએ તે સર્વજ્ઞના આધારે કરીએ છીએ? આપણે નિર્ણય આંખથી દેખાય, અનુભવાય, વિજ્ઞાન દ્વારા જ નિર્ણય કરીએ છીએ. એ બધા નિર્ણયો પણ અધૂરા જ રહેવાના.
મોક્ષનો માર્ગ એટલે આત્માનો માર્ગ એટલે સર્વજ્ઞએ જે કહ્યું છે તે જ પ્રમાણે ચાલવું. આપણે લોકના આધારે જગતના આધારે ચાલવું છે એટલે કિંમત નથી. કિંમત તેને જ સમજાશે જેને હવે જન તરીકે રહેવું નથી, જિન બનવું છે અને એટલે એને જિન વિના નહીં ચાલે. આપણે જિન નથી બનવુંને જન સાથે જ રહેવું છે માટે જિનની વાત નથી માનતા. સંસારના તમામ વ્યવહારમાં પણ જિનની વાત પ્રમાણે ચાલો તો જ જિન બની શકો. માત્ર વેશ પરિવર્તન કરવાથી કાંઈ ન થાય. સાધુ હોય કે શ્રાવક તેને જિનની સર્વ વાત માનવી પડે અને શક્તિ પ્રમાણે ચાલવું પડે, તો જ જિન બની શકાશે. પરમાત્માનું શાસન જો આપણામાં હોય તો અત્યારે પાંચમો આરો પણ આપણા માટે સફળ જ છે. સત્ત્વ નથી એમ ન બોલો સરળ બની જાઓ પણ ખોટા બહાના ન કાઢો. વર્તમાનમાં પણ એવા આત્માઓ છે કે જેઓ જિનની પૂર્ણ આજ્ઞાને વફાદાર રહી જીવન જીવી રહ્યાં. શ્રાવકો-શ્રાવિકાઓ-સાધુઓ-સાધ્વીઓ છે જેના કારણે આ શાસન ચાલે છે. તમે સત્ત્વ ફોરવો તો બધું જ શક્ય છે.
પરમાણુ નિત્ય-સ્કંધ અનિત્ય : પુદ્ગલમાં જે પરમાણુ છે તેમાં અગુરુલઘુ ગુણ છે, તે અક્ષય છે. પરમાણુ એ છેલ્લામાં છેલ્લો અંશ છે. સ્કંધ રૂપે ભેગા થશે, છૂટા પડશે પણ પરમાણુ નિત્ય છે, સ્કંધ એ અનિત્ય છે. વાયુ ગુરુલઘુ, રૂ લઘુ, લોખંડ-ગુરુ બન્યો. માત્ર પરમાણુ જ અગુરુલઘુ. દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને પરના સ્વભાવ રૂપ બનતા નથી. જીવ કદી અજીવ ન બને, અજીવ કદી જીવ ન બને. વિજ્ઞાન ગમે તેટલા ઉપાય કરે આત્માને કદી ઉત્પન્ન નહીં કરી શકે. કારણ આત્મા અનુત્પન્ન છે અને તેનો કદી નાશ પણ થવાનો નથી. આત્મા પણ અગુરુ લઘુ જ છે પણ આત્મા પર દ્રવ્ય સાથે જોડાયો તેથી ગુરુ લઘુ બન્યો. ઊંચ-નીચ, નાનો-મોટો, હલકો-ભારે આ પરિણામ પ્રગટ થયો અને અગુરુલઘુ ગુણ દબાઈ ગયો. એટલે
અજીવ તત્ત્વ | 273