________________
આપણી જાતને ઊંચી-નીચી, હલકી-ભારે માનતા થયા. મોટા ભાગના જીવોને ઊંચા બનવાનું મન થાય છે પણ અગુરુલઘુ બનવાનો ભાવ થતો નથી એટલે અમને પણ તમારા ગુરુ બનવાનું મન થાય છે. જગતના નાના-મોટા તમામ જીવોને બીજા પર આધિપત્ય જમાવવાનું મન થાય છે અને એ પુદ્ગલ દ્રવ્ય દ્વારા જ થવાનું છે. માટે ધનની જરૂર પડે તે સંસારનો વ્યવહાર ચલાવવા માટે કે મોટા પણા માટે? મૂળ રહસ્ય જ એ છે કે અગુરુલઘુ ગુણ દબાયો એટલે આ મોટાપણું-ગુરુ પણ આવ્યું. “સ્વભાવે-વિભાવે રમતો તું ગુરુ અરુ તું ચેલો.”
મોક્ષમાર્ગમાં સહાય કરે તે સાધુ. પોતાના આત્માના ગુરુ નથી બનવું પણ બીજાના ગુરુ બનાવાના અભરખા થયા કરે છે. જ્ઞાનસારના પદે પદે મહાપુરુષોએ મોહને મારવાના ઉપાયરૂપે સ્વભાવને સ્વરૂપનો નિર્ણય કરવાની વાત મૂકી છે.
મહાપુરુષો ગ્રંથોની રચના એટલા માટે જ કરે છે કે આગમમાં ડૂબકી મારી જે રહસ્યો એમણે મેળવ્યા અને એમણે એમના આત્માને જાણ્યો, તેના પર કરુણા ઉપજી અને એ કરુણા સમગ્ર જીવરાશિ પ્રત્યે વહી ત્યારે તેમના કલ્યાણ માટે તેમણે ગ્રંથોની રચના કરી. પોતાના સ્વભાવમાં જ સદા સમય પસાર કરવાનો છે. માટે જ પ્રભુએ સમય ગોયમ માપમાયએ કહ્યું. એક પણ સમય પ્રમાદમાં રહેવાનું નથી અર્થાત્ સ્વાત્મ સ્વભાવમય બનીને રહેવાનું-રમવાનું છે અને આત્માનું એ જ પરમ આવાયક છે. સંત કોને કહેવાય??
અસંખ્ય પ્રદેશી નિજ દ્રવ્ય.નિજ સ્વરૂપ જાણે તે સંત.” જે પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણતો નથી તે સંત કહેવાતો નથી, જ્યારે એ પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણે છે ત્યારે તે સંત બને છે અને સજ્જન પણ તેની પાસે એટલા માટે જ આવે છે. સંત વાસ્તવિક જાણે સ્વીકારે ને માણે તો જ સંત કહેવાય અને સઝનોએ સંતનો સમાગમ પણ કરવાનો છે એટલા માટે કે એ પણ જાણીને-સ્વીકારીને માણવાનું કરી શકે. “આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તદ્રવ્યલિંગીરે"
(પૂ. આનંદઘનજી) અમારું મહાન કર્તવ્ય પ્રથમ તો આ જ બને છે, કે આત્મા જ્ઞાનમાં રંગાવું. અમને
274 | નવ તત્ત્વ