________________
કેવો હતો? તો સર્વજ્ઞની એક પણ વાત શંકાનું, વિકલ્પનું સ્થાન નહીં લઈ શકે. વર્તમાનમાં આપણે છીએ જ તો અનંતો ભવિષ્યકાળ પણ આપણા હાથમાં છે. જે નાસ્તિક છે તેને આ વાતનો નિશ્ચય નથી. તે માત્ર વર્તમાનને જ માને છે.
આસ્તિસ્ય સમ્યગ્દર્શનનો પ્રથમ પાયો છે. જો અસ્તિત્વનો આત્મા સ્વીકાર નથી કરતો તો સમ્યગ્દર્શન આવે નહીં અને સમ્યગ્દર્શનનો પરિણામ આત્મામાં પ્રગટ કરવો છે તો તેના માટે જીવાદિ નવતત્વ જાણવા જરૂરી છે. તેનો અભ્યાસ કરી આત્માનો નિર્ણય કરવાનો છે એ ન થાય તો જાણવાની કોઈ વિશેષતા નથી.
દ્રવ્ય અક્ષય છે, અસ્તિત્વ બે સ્વરૂપે છે– રૂપી અને અરૂપી. આત્મદ્રવ્ય અરૂપી છે તેમ અન્ય દ્રવ્યો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય પણ અરૂપી છે. આપણો આત્મા પણ અરૂપી, આપણને તે દેખાતો નથી માત્ર કેવલીના જ જ્ઞાનમાં શેય રૂપે જણાય અને તેને સાક્ષત્ જોવા માટે કેવલીના વચનનો સાક્ષાત્કાર કરવો પડે અને કેવલી બનવું પડે. સમ્યગ્દર્શનના પરિણામ વિના જ્ઞાનની શુદ્ધિ થઈ શકે નહીં, તેમ ચારિત્રના પરિણામ વિના જ્ઞાનની પૂર્ણતા ન થાય. આત્મામાં પૂર્ણવીર્ય સમ્યગ્દર્શનના પરિણામ રૂપે પ્રગટાવવું પડે તો જ જ્ઞાનની શુદ્ધિ થાય.
આત્માની પ્રતિતી દરેકને થાય :
હું આત્મા નથી એમ કોણ કહી શકે? દરેકને પોતાના આત્માનો અનુભવ તો થાય છે. નાસ્તિકને પણ અનુભવ થાય છે પણ તેને તે સ્વીકારતો નથી. તે જે જાણ્યું તો તે કોના દ્વારા જાણ્યું તો એ કહેશે આંખ દ્વારા, કાન દ્વારા તો આ કાર્ય તો મડદામાં પણ થવું જોઈએ ને? ના, પણ તેમ થતું નથી, માટે આત્મા માનવો જ પડે. અરૂપીનો આપણને અનુભવ છે પણ આપણે તેને અરૂપી તરીકે સ્વીકારીએ છીએ? આત્માને અરૂપી તરીકે વર્તનમાં સ્વીકારી લઈએ તો મોહનો પરિણામ વધી જ ન શકે. જો અરૂપી છું તો રૂપના કારણે સ્વ-પરમાં જે સુખ-દુઃખના પરિણામ થાય છે તે થવા ન જોઈએ. આપણે આત્માને ઓઘથી સ્વીકાર્યો છે પણ શક્તિ રૂપે કે સ્વરૂપથી સ્વીકાર્યો નથી, માટે રૂપમાં આત્મા મોહ પામી જાય છે માટે સ્વરૂપના નિર્ણય વિના સ્વભાવની સ્થિરતા થતી નથી. આ અત્યંત મહત્વની બાબત હોવા છતાં આ વાત પર પડદો આવી ગયો છે. આપણું સાધ્ય દબાઈ ચૂક્યું છે.
સ્વભાવ ને સ્વરૂપ બે જુદા છે એને પણ માનનારા આત્મા કેટલા? સંસ્કૃત, પ્રાકૃત દરેકમાં એના પાઠ મળે છે છતાં જે સ્વરૂપે આ વાત આવવી જોઈએ તે વાત 272 | નવ તત્ત્વ