________________
જ્ઞાન જ્ઞાન બને છે. જાણીને સતત આત્માને જણાવાનું છે. તો જ સ્પર્શના થાય. જ્ઞાન પોતાના સ્વરૂપને પકડશે એટલે મોહ તરત અટકી જશે. સ્વરૂપ તો તારું અરૂપી છે તો રૂપને પકડીને તારે શું કરવાનું છે? માન કષાયનો ઉદય જ આપણામાં પ્રવર્તમાન થાય છે. આત્માર્થીપણું આપણામાં નહીં હોય તો આ બધું ફોગટ છે. અગુરુલઘુ પરિણામ દબાવવાથી ઊંચ્ચ નીચ ગોત્ર ઉદયમાં આવે, તેથી માન કષાય પ્રવર્તમાન થાય. ઊચ્ચતા ને કાં હીનતા આવે ને એ ફુલેફાલે, સમતાના પરિણામ જાય. ધર્મમાં પણ આત્મા સાવધાન ન રહ્યો તો તપ, ક્રિયા, સ્વાધ્યાયથી વગેરેથી બધામાં પોતાની જાતને ઊંચી માની લીધી અને એમાં ધર્મી તરીકે પોતાની જાતને માની લીધી અને જગતે જે સર્ટીફીકેટ આપ્યું તેને સ્વીકારી લીધું. માટે જ આપણે રખડતા રામ રહ્યા, નહીં તો આપણો ઉધ્ધાર ક્યારનોય થઈ ગયો હોત.
દરેક અરૂપી દ્રવ્યમાં સ્વરૂપની સમાનતા હોય પણ સ્વભાવ ભિન્ન હોય ?
અનાદિકાળથી આત્મા સ્વરૂપથી ચલિત થયેલો છે ને વિકાર રૂપે જે વિરૂપ મળ્યુયં તેને પોતાનું માની લીધું છે માટે ધ્યાનમાં આત્માના સ્વરૂપ અને સ્વભાવનો નિર્ણય કરવાનો છે અને તેના દ્વારા આત્મહિત કરવાનું છે અને આત્મહિત માટે આત્મા સિવાયના દ્રવ્યોનો પણ નિર્ણય કરવાનો છે. અત્યારે આપણે માત્ર આત્મ દ્રવ્ય સ્વરૂપ નથી, બીજા સાથે સંયોગ સંબંધથી અનાદિકાળથી જોડાયેલા છીએ અને તેના સ્વરૂપ ને સ્વભાવનો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માના સ્વભાવને સ્વરૂપનો નિર્ણય પૂર્ણ ન થાય. જીવ અજીવમય બની ચૂક્યો છે એટલે આત્માએ પોતાના પરિણામને પ્રગટાવવા પુદ્ગલના પરિણામને છોડવાના છે. અન્ય દ્રવ્યમાં આત્મા પ્રવેશવાનું બંધ કરે ત્યારે આત્માનો મોક્ષ થાય.
અગુરુલઘુ પરિણામ સર્વ દ્રવ્યોમાં રહેલો છે. સ્વરૂપ સમાન હોઈ શકે પણ સ્વભાવ સમાન ન હોય, તેથી આત્મા સ્વભાવ ભિન્નતાના કારણે બીજા દ્રવ્યોથી જુદો પડે છે. આત્મા એક દ્રવ્ય છે તે દ્રવ્ય ત્યારે જ કહેવાય જ્યારે તે અક્ષય હોય અર્થાત્ તેનું અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુ દરેકમાં રહેનારી વસ્તુ છે, અને તે સામાન્ય સ્વરૂપ છે માટે જ તે દ્રવ્ય. જેનું સદાકાળ અસ્તિત્વ હોય. ત્રણે કાળમાં હોય. આત્માનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે. તેનો સ્વભાવ કદી જવાનો નથી. આટલો નિર્ણય થાય તો પણ આત્મા સાવધાન થઈ જાય. સર્વજ્ઞના તમામ વચનોનો સ્વીકાર થઈ જાય. તેનો અનંતો ભૂતકાળ
અજીવ તત્વ | 271