________________
નથી. બળે નહીં, છેદાય નહીં, ભેદાય નહીં, કપાય નહીં. આ નિર્ણયનો અભાવ આપણા ભયનું કારણ છે. તેથી જીવ સમતાના પરિણામમાં ન રહી શકે. ભય જાય તો નિર્ભયતા આવે. નિર્ભયતા લાવવા સ્વરૂપને જાણવાનું છેને નિર્ણય કરવાનો છે. નહીં તો સાધનામાં સમતા ખંડિત થતા વાર નહીં લાગે. આત્મા અરૂપી છે. એક પણ પ્રદેશ રૂપવાળું નથી પણ આપણને એની જાણ નથી એટલે મોહનો તમામ પરિણામ રૂપ પર ચાલે છે. શરીરને જ જુવે છે ને તેના રૂપના આધારે જ પરિણામો ચાલે છે.
આત્માદ્રવ્ય સ્વરૂપે અગુરુલઘુએટલે હળવો નહીં ભારે નહીં. કોઈ કાંટામાં તેનું વજન ન થાય. ઊંચો નથી-નીચો નથી, ગોત્ર કર્મના ઉદયથી આત્મામાં ઊંચાપણું કે નીચાપણા રૂપે વિષમતા છે ત્યાં મોહ છે. સમાનતામાં મોહ નહીં થાય. નિશ્ચયથી પુદ્ગલમાં પણ પરમાણુ અગુરુલઘુ પરિણામે છે પણ સ્કંધરૂપ પુદ્ગલ પાછ હળવું પણ છે ભારે પણ છે. રૂ- લઘુ છે, લોખંડ- ભારે છે. ઊંચ-નીચ ગોત્રરૂપ આત્માની વિકારદશા પ્રગટ થઈ. સમગ્ર જીવરાશિ આપણી દષ્ટિમાં સમાન આવવી જોઈએ. કોઈ ભેદ આપણામાં ન આવવો જોઈએ પણ ગોત્ર કર્મને લીધે આપણી જાત ઊંચીનીચી લાગે અને અસમાનતા પ્રગટ થઈ. તેને જ પકડી આપણે સંસાર વધારીએ. આત્મા સર્વની સત્તાગત સમાનતાને પકડી સર્વજ્ઞ બને છે. તેઓ મોહને છોડી શકે છે તેમ આપણે કેમ છોડી શકતા નથી? પરમાત્માના સાધનાકાળ દરમ્યાન પરમાત્માથી તદ્ન વિરુદ્ધ સ્વભાવવાળો ગોશાળો હતો છતા પરમાત્માને કંઈ ન થયું ને આપણી સાથે એવી વ્યક્તિ હોય તો આપણે કેમ દ્રષના પરિણામમાં આવી જઈએ છીએ? કારણ વ્યક્તિને આપણે તેની બહારની ચેષ્ટાઓ પરથી સ્વીકારીએ છીએ. આપણે કેમ સમભાવમાં નથી રહી શકતા? પરમાત્મા તે વખતે વીતરાગ ન હતા. વીતરાગતા પ્રગટ કરવી પડે છે. જો આત્માએ પોતાના સમતાના સ્વભાવમાં આવવું હોય તો તેણે પોતાના સ્વભાવનું આલંબન પકડવું પડે. સામે ગમે તેવી વ્યક્તિ હોય કે ગમે તેવો સ્વભાવ હોય પણ આપણને વિકલ્પ ન આપવો જોઈએ. નહીં તો ગમે તેટલી સામાયિક કરશું તો પણ સમતા ઉપરથી ટપકી પડવાની નથી. ઉત્તમમાં ઉત્તમ ચર્યા આપણને ફાયદો કરનારી નહીં બને.
સ્વભાવનું આલંબન સ્વરૂપને પકડવાનું છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે પ્રથમ તે પોતાના સ્વરૂપને પકડે. પણ જો એ પોતાના સ્વરૂપને પકડતું નથી તો તે જ્ઞાન-જ્ઞાન નથી, ગ્રંથિભેદ વિનાના જ્ઞાનની કોઈ મહત્તા નથી. ગ્રંથિભેદથી તો તે 270 | નવ તત્ત્વ