________________
ક્રોધ, સ્નેહાદિ કષાયથી ભાવિત કરીને છોડેલી શબ્દ વર્ગણાને જે પકડે તેનામાં પણ તે કષાયભાવ પરિણામ પામી તેના ભાવ પ્રાણનો નાશ કરે અને જે આત્મા સર્વજ્ઞ પરમાત્મા કે તેવા તપસ્વી, ક્ષમાદિ ગુણથી ભાવિતાત્માના શબ્દોને પકડે ધારે તેના કષાય તાપ શાંત થાય, નાશ પણ પામે. આથી શબ્દ વર્ગણાનો બિનજરૂરી ઉપયોગ કરવો નહીં અને કરતી વખતે સ્વ-પરમાં મોહત્પાદકન બને પણ મોહનાશક બની જ્ઞાન, દર્શન, ચારિત્રના કારણભૂત બને તે ઉપયોગ રાખવો જોઈએ.
(૧૦) અગુરુલઘુ પરિણામ: ૧૦ પરિણામ પુદ્ગલ દ્રવ્યના છે. આત્માએ એનાથી છૂટવા માત્ર ઔચિત્ય વ્યવહાર કરવાનો છે. આની સાથે સંબંધ બાંધવો એ સંસાર કહેવાય. આનાથી છૂટવું એ જ મોક્ષ છે. મોહનો પરિણામ આ ૧૦ પુદ્ગલના પરિણામના આધારે ચાલે છે. તેના કારણે આત્મા પોતાના સ્વભાવ પ્રમણે વર્તી શકતો નથી. પરમાત્માના દર્શનથી શરુ કરીને કાઉસ્સગ્નની તમામ આરાધનાઓ કરો ત્યારે એમાંથી છૂટવાનું કાર્ય કરવાનું છે, બંધાવાનું નથી. નિશીહિનો પ્રયોગ સંસારના નિષેધ માટે જ છે પણ આ ન સમજાય તો ત્યાં પણ સંસાર જ બંધાય. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી લઈને દહેરાસરમાં જાઓ તો ત્યાં તમારા પરિણામ ક્યા? એ દ્રવ્યો પ્રત્યે તમારો બહુમાન ભાવ એવો ખરો કે આ દ્રવ્યો આપણે ચડાવ્યા પછી હવે હું પુદ્ગલ દ્રવ્યથી છૂટું? જો આ ભાવ ન હોય તો ભાવિમાં તમને પુષ્કળ દ્રવ્ય મળશે. સીઝનમાં પ્રથમ કેરી દહેરાસરમાં મુકીને પછી વાપરવી એવો અભિગ્રહ લે. આ અભિગ્રહ સારો છે પણ પોતાની ભાવના પછી વાપરવામાંથી છૂટવાની હોવી જોઈએ. ગુરુને વહોરાવીને ખાવું એવી ગાંડી ભક્તિ ન કરાય. કોઈપણ મહાત્મા હોય તેમને વહોરાવીને વાપરવું. સાધુઓને આધાકર્મીન વહોરાવાય.
અગુરુલઘુએ પુદ્ગલનો પરિણામ છે તે બીજા દ્રવ્યોમાં પણ છે એટલે સામાન્ય લક્ષણ બની જાય છે. જીવ દ્રવ્યમાં પણ આ પરિણામ છે.
સ્વરૂપ અને સ્વભાવ આ બેમાં ભેદ શું:
એક દ્રવ્યમાં હોય તે બીજામાં પણ હોય તે સામાન્ય સ્વરૂપ, જ્યારે એક જ દ્રવ્યમાં હોય બીજામાં એનો અંશ પણ ન હોય તો જ તે સ્વભાવ કહેવાય. આત્મા એક દ્રવ્ય છે, તે અસંખ્ય પ્રદેશ છે, અક્ષય છે-કદી પણ નાશ પામવાના સ્વભાવવાળું
અજીવ તત્ત્વ 269