________________
રહ્યો છે ને કાયાથી છૂટી ગયો છે. વ્યવહારથી ક્રિયા હોય અને પોતે અનુભૂતિમાં હોય. આપણને ક્રિયા પતી ગયાનો કે સારી થઈ ગયાનો આનંદ છે. દા.ત. ૫૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે. બરાબર અર્થના ઉપયોગ પૂર્વક કરે તો જ્ઞાનાદિ ગુણ યુકત એવા એના આત્માની રીતસરની સીરીયલ ચાલે, પછી એ અર્થમય બની જાય, કાઉસ્સગ પાળે નહીં પણ પોતે પોતાની નિરાકાર અવસ્થાને અનુભવે.
હમણાં આપણે કરુણા ક્યાં કરવાની? સ્પર્શમાં જ સતત સુખ દુઃખની ધારા, સાતા અસાતાની ધારા ચાલી રહી છે તેમાંથી આત્માને બચાવવાનો છે, સમતાને સ્વભાવરૂપ સતત તેનું સ્મરણ કરવાનું અને સતત તેને અનુભવવાની છે. સમતા જે આપણો સ્વભાવ છે તેને આપણે અનુભવતા નથી તેનું ભાન આવે તેનો પશ્ચાતાપ થવો જોઈએ. એ કોને થાય? આસ્તિયના પાયા પર આવે તેને આવું થાય. શરીરમાં પૂરાયેલો છું ને એની માંગ સતત ચાલુ છે અને આપણે એને આપવાનું નથી. ભેદ જ્ઞાનની ધારા પર સતત ચાલવાનું છે. આત્માનો માંગ-માંગ કરવાનો સ્વભાવ નથી. તારે એનાથી છૂટા થવાનું છે માટે એની આપ-આપની ડિમાન્ડથી છૂટવાનું છે. એના પર કંટ્રોલ કરવાનો છે, નહીંતો એક બાજુ ધર્મની આરાધના ચાલશે અને બીજી બાજુ સંસાર પણ ચાલશે. માટે ૮ સ્પર્શનો સતત ઉપયોગ આવવો જોઈએ. માટે શેય કર્યા પછી બે કાર્ય કરવાના છે-શકયનો ત્યાગ ને અશકયમાં ઉદાસીન પરિણામ. તો જ આપણે આત્મ અનુભૂતિના સ્તર પર આવી શકીશું.
આત્મા અનાદિથી પર (પુદ્ગલ) સાથે જોડાયેલો છે. ધર્મ કરતાં કરતાં પરથી છૂટા થવાનું લક્ષ્ય હોય તો જ ધર્મની આરાધના થશે, નહીંતો વધારે સારી રીતે બંધાવાની જ વાત આવશે. સંયોગ એ જ સંસાર છે આ વાત પરિણામ રૂપે નહીં સમજાય ત્યાં સુધી હિતની વાત નહીં સમજાય. આત્મા નિઃસંગ સ્વરૂપે છે ને એ ભાવમાં ન આવે ત્યાં સુધી પોતાના પરિણામને વેદતો નથી અને તે જ આત્માનું અહિત. પોતાના પરિણામને વેદતો હોય તો જ પોતાનું હિત. અનાદિથી દ્રવ્ય ને ભાવ બંનેથી પરનો સંગ થયેલો છે. ભાવરૂપી મોહનો પરિણામ થયેલો છે તેનાથી આત્મા જો છૂટે તો જ પોતાના પરિણામને વેદી શકે.
સંયોગ-વિયોગ કોના કારણેn: મોહના પરિણામથી આત્મા છૂટો કયારે થાય? પરના સંયોગોથી છૂટે ત્યારે, છૂટવાનો ભાવ હોય ત્યારે. પરથી છૂટા થવાનો ભાવ ન થવો તે જ મોહનો પરિણામ
અજીવ તત્ત્વ | 259