________________
કેવો સરસ ક્રમ. તે માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી. ભેદજ્ઞાન વિના વિકલ્પોની હારમાળા આત્માને સતાવે. તે વિકલ્પો વાસનારૂપે બને જે અવિદ્યા (મિથ્યાત્વની વાસનારૂપ)રૂપે છે. જે વસ્તુ નાશવત છે એમાં સુખ નથી, તેમાં સુખબુદ્ધિ કરાવી એને મેળવવા, સાચવવા, તેને ભોગવવા વિકલ્પોની હારમાળામાં ગુંથાશે અને આત્મા આર્તધ્યાનને પામી પીડાનો ભાગી બનશે.
મિથ્યાત્વની વાસના તોડવા અર્થાત્ પરપુદ્ગલમાં મારાપણાની વાસના તોડવા રાગ ભાવને વીતરાગ દેવ-ગુરુ પ્રત્યે ફેરવવો. વીતરાગ દેવ-ગુરુ પર પણ રાગ કરાય નહીં. પણ સંસારના રાગ હટે નહીં તો તેને ફેરવવા પ્રશસ્ત આલંબને રાગ પ્રશસ્ત થવાથી તે પાતળો પડે. ગુણ-ગુણના બહુમાને સંસાર બહુમાન છૂટી મોક્ષ સન્મુખતા પ્રગટ થાય. જે પરંપરાએ મોક્ષનું કારણ બને.
આત્માનો સ્વભાવ પુદગલના સ્પર્શને જાણવાનો અને પોતાના ગુણોને સ્પર્શવાનો-અનુભવવાનો છે, આત્માનો સ્વભાવ પુદ્ગલનો સ્પર્શ કરવાનો નથી. ગુણોની સ્પર્શના ૪થે ગુણઠાણે આત્મા કરે છે એટલે સંવેદના થાય. અનુકંપાનો, શ્રદ્ધાનો પરિણામ થવો તે સ્પર્શના રૂપે છે તેથી તે ભાવ રૂપે પ્રગટ થાય. કરુણાનો ભાવ થયો, બચાવવાનો ભાવ થયો એ ભાવરૂપ થયો. સ્વભાવરૂપ ન થયો પણ એ સ્વભાવ સન્મુખ છે. વાતાવરણ જરાક ફર્યું ને આપણામાં મોહના પરિણામ રૂપ રતિ-અરતિ થઈ. આત્માને પોતાનો સ્પર્શ નથી. પાંચમે ગુણઠાણે અનુભવે છે. વિરતિ દ્વારા હમણાં ઠંડક છે તો તેને માત્ર જોય રૂપે જાણી લેવાનું છે. એ સંયોગજન્ય છે માટે એ હેય છે, માટે ત્યાગને યોગ્ય છે માટે એ છોડવા જેવો છે અને નથી છોડી શકતો તો એ ઉદાસીન પરિણામમાં રહે. વિરતિનો અર્થ જ છે કે આત્મા માટે હેય રૂપ સંયોગોનો ત્યાગ કરવાનો. જેટલા અંશે ત્યાગ કરે છે તેટલા અંશે તેનામાં વિરતિ આવે છે. માટે જ અપ્યાણ વોસિરામિ તો વોસિરાવ્યું શું? કાયારૂપ પુદ્ગલને વોસિરાવાની છે. કાઉસ્સગ્નમાં મચ્છર આવ્યો તો તે માત્ર શેયરૂપે જાણવાનું છે કે કાયાને સ્પર્શી રહ્યો છે. દિયામાં આત્માનુભૂતિ કઈ રીતે કરાય?
સૂત્ર દ્વારા અર્થને પકડવાનો છે. અર્થ પકડાય એટલે સૂત્ર છૂટી જાય, પછી અર્થને આત્મામાં પરિણમાવી દેવાનો છે. ઉપયોગ એ સ્વભાવ છે. શુદ્ધ ઉપયોગમય બની જાય તેમ તેમ આત્મા અનુભૂતિ કરતો જાય ત્યારે કાયાને શેયરૂપી જાણી 258 | નવ તત્ત્વ