________________
શાલિભદ્ર અને મેઘકુમારે દેહની સુકોમળતાને કેવી રીતે દૂર કરીઃ પુણ્યના ઉદયની પરાકાષ્ટાથી જે શાલિભદ્રને દેહની સુકોમળતાની પ્રાપ્તિ થઈ અને તેને કારણે ફૂલની કોમળ શય્યા પણ જેને ખૂંચતી તે જ શાલિભદ્રએ પરમાત્માના પરમ પ્રવચન અંજનના પાનથી સુકોમલ એવાદેહને તપ-ત્યાગ -જ્ઞાન અને ધ્યાનની સાધના વડે હાડપીંજર રૂપ કરી નાંખ્યું અને ફુલની શય્યાને બદલે હવે શીલા પર સંથારો કરીને આનંદ માણતા થયા. તે જ રીતે મેઘકુમાર પણ તેવા જ કોમળ દેહવાળા ને એક જ પ્રવચન અંજને પુણ્યના ઉદયથી સમગ્ર અનુકૂળતાના ઘર રૂપ સંસારને સાપ કાંચળી ઉતારે તેમ છોડી કષ્ટમય સાધુપણું સ્વીકારી લીધું. પણ છેલ્લે સંથારો આવતા ફરી મોહના ઉદયે દેહદષ્ટિ જતા પવિત્ર સાધુઓની રજ ન ગમી. દેહને તે નરકાગાર જેવા દુઃખ રૂપ સાધુ જીવન લાગ્યું. ફરી પ્રભુ પાસે ઓશો આપવા ગયા. ત્યાં પ્રભુએ ફરી દેહ આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું. પૂર્વભવ યાદ કરાવ્યો, દબાયેલી શક્તિની ખાતરી કરાવી, પ્રવચનનું દિવ્ય અંજન એવું કરાવ્યું કે તેમાં દિવ્યતા પ્રગટ થઈ. જેને પરમાત્માપદના પરમ સોપાન રૂપ દીક્ષા જે છોડવાની ઈચ્છા થઈ તેમાં કોમળતા સ્નિગ્ધતા જે મોહના કારણભૂત હતી, સમતા સુખમાં જે બાધક હતી તથા પ્રભુની આજ્ઞાના પાલનમાં જે વિજ્ઞકારક હતી તેને તપની ઘોર સાધના વડે શરીરના સર્વ અંગોમાંથી દૂર કરી શરીરના આકાર, રૂપ, દેખાવમાં પરાવર્તન કરી નાંખ્યું. માત્ર શરીર હાડપીંજર રૂપ દેખાય, લોહી, માંસ, ચરબી બધું તપથી ઓગાળી નાંખ્યું. એવા દેહ પર અંતે બે માસનું અનશન કરી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી ભવ ધારણ કર્યો.
આ ફેરફાર કોના આધારે? તે દિવ્ય વિચાર પ્રવચન અંજનનો આ પ્રભાવ, માટે સમગ્ર સાધુ જીવન ઈન્દ્રિયોના ભોગથી બનેલી અનાદિની પૌદ્ગલિક સુખવાસના તોડવા માટે છે.
આહારની વિષયવાસનાને તોડવા આહારનો દમ:
સાધુપણાની તમામ ચર્યા ઈન્દ્રિયોના વિષયોથી છૂટવા માટે છે અને તે માટે આહારનો ક્રમ એવો જ બતાવ્યો. પ્રથમ (૧) નિરાહાર (અંશન, પાન, ખાદિમ, સ્વાદિમ) ચાર આહાર કે ત્રણ આહાર ત્યાગ (૨) નિરસ આહાર (ષટ, રસત્યાગ, આયંબીલ) (૩) નિવિ (લુખ્ખી-નીવિ) જેમાં ફક્ત વલોણાની છાસ જેમાં સ્નિગ્ધતા ન આવે, છાસ પણ માત્ર દેહસમાધિ ટકાવવા (૪) નિવિગઈ (નિવિયાતો આહાર)
અજીવ તત્ત્વ | 257