________________
શોભા, અન્ય પણ શરીર સંબંધિ ભોગસુખો પરિણામે દારુણ પરિણામ વાળા છે. જેમ જળો નામનો કીડો ખરાબ લોહી તેને પીવા મળે ત્યારે તે લોહી પીવામાં પોતાને સુખનો અનુભવ થતો લાગે. તે તેના માટે ત્યારે અત્યંત પ્રિયરૂપ બને પણ વેપારીઓ તેનું સમગ્ર લોહી નીચોવી, તેનું પીધેલું લોહી વમન કરાવી ફરી તેને લોહી ચુસવા ઉપયોગ કરે. જ્યારે જળોનું લોહી નીચોવે ત્યારે તે ભયંકર પીડાનો અનુભવ કરે આમ તેનું લોહી ચુસવારૂપ સુખ પરિણામે ભયંકર દુઃખરૂપ બને. તેમ સંસારી જીવો વિષયોને સુખ માની ભોગવી આનંદ અનુમોદન કરવા વડે તીવ્ર વિપાકને કરનારા કર્મબંધ કરી વિપાક વખતે ભયંકર પીડા ભોગવે.
૨) તાપથી: (ઈન્દ્રિયોની ઉત્સુકતારૂપી તતતા) તપેલા લોઢાનો ગોળો હોય તેના પર પાણી નાંખવામાં આવે તો તે તરત તીવ્ર તાપને કારણે પાણીને શોષે છે. જેમ અગ્નિથી તપેલા ગોળામાં તમતા છે તેમ જીવમાં અનુકૂળ ભોગો પ્રત્યે ઈન્દ્રિયોની ઉત્સુકતા (વિષયવાસના) છે તે ઉત્સુકતાને કારણે તેને રાગાદિનો તાપ વર્તે છે. જેમ તપેલા ગોળા પર પાણી નાંખવાથી થોડો કાળ તાપ ઘટે તેમ રાગાદિ (ભોગઈચ્છા) થોડીવાર શમન થાય. તેમ અગ્નિના સંપર્કવાળો ગોળો પાણીને શોષીને સદા તત રહે છે. તેમ જીવમાં ઈન્દ્રિયોના વિષયની ઉત્સુકતા રહેલી હોય કે કયારે ભોગ મળે? અને કયારે ભોગ ભોગવું? તે ભાવરૂપ તાપ સદા વર્તતો હોય છે તો તેવા જીવને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? આથી રાગાદિથી અનાકુળ યોગીઓ જ આત્મસુખ માણી શકે.
ભોગ સામગ્રીના કાળમાં રતિના (સુખરૂપ) અનુભવ થાય તે શું છે
સામાન્યથી જે જે ઈન્દ્રિયોના જે જે વિષયો પ્રત્યે ઉત્સુકતા હોય તે તે પદાર્થ પ્રત્યે રાગ વર્તે, જો ગુલાબ જાંબુ ખાવાની ઉત્સુકતા (ઈચ્છા) હશે તો ગુલાબજાંબુ પર રાગ, તેથી તે મળશે ત્યાં સુધી તે સંબંધિ ન મળ્યારૂપ અરતિનો સ્પર્શ રહે અને ઈષ્ટ વિષય પ્રાપ્તિ થાય એટલે તે જલદી ચાલ્યા ન જાય તેની ઈચ્છા પણ પ્રાય હોય એટલે અરતિ રહે અને પુણ્યોદયે ભોગસામગ્રી હોવા છતાં પોતાને તેવા પ્રકારના શરીરાદિ ઓચિંતા રોગાદિ કારણ આવતા ગુલાબજાંબુ વિદ્યમાન હોવા છતાં બીજા બધા વાપરતા હોય અને પોતે ન વાપરી શકે તેમાં તેને ખેદ પરિણામરૂપ અરતિ રહે. તેમ અરતિના સતત સંતાપથી જીવને સુખ ક્યાંથી? વળી વિષય સુખના અનુભવકાળમાં તેના વિરોધી પદાર્થ (સાધન) નિમિત્તમાં દ્વેષ ઊભો રહે! રૂપસેન અને સુનંદા વસંત ઋતુમાં ઉદ્યાનમાં પુષ્પોની સુગંધ અને સંગીતનું સુખ માણી રહ્યા
25 | નવ ના