________________
છે, તેમાં સુનંદાના રૂપને જોઈ તેના પૂર્વભવનો સુનંદાનો યાર, કાગડાના ભાવમાં સુનંદાના રૂપમાં આસક્ત થઈ આનંદમાં આવી કાકારવ જોર જોરથી કરે છે. સુખમાં ભંગ માનતા બે વખત પત્થરાદિથી કાગડાને ઉડાડયો તો પણ ન ઉડતા બાણથી ઘાયલ કર્યો. જ્યાં દ્વેષ વર્તે ત્યાં સુખ ક્યાંથી?
૩) દુખના જ સંસ્કારથીઃ ઈન્દ્રિયના સુખના ભોગકાળ દરમ્યાન ભોગ સુખનો અનુભવ જે રતિના પીડારૂપ અને ભોગ કાળ પૂર્વે ઉત્પન્ન ઉત્સુકતા અને તે ઈચ્છારૂપ, તે દુઃખરૂપ તેથી તેના સંસ્કારો વિષયના ભોગકાળમાં નિવર્તન પામતા નથી. ક્ષણભર ઈચ્છાની નિવૃત્તિ દેખાય પણ નાશ પામતી નથી અને ભોગવેલા ઈષ્ટ પદાર્થ પ્રત્યે રાગભાવ વર્તે છે. તે રાગના સંસ્કારો તથા ભોગ પ્રવૃત્તિના સંસ્કારો આત્મામાં પડે તે સંસ્કારોના કારણે ફરી ફરી ભોગની ઈચ્છા અને પ્રવૃત્તિ થાય તે દુઃખરૂપ છે.
૪) ગુણવૃત્તિના વિરોધથીઃ પુણ્યના ઉદયરૂપ જ્યારે હોય ત્યારે પુદ્ગલના અનુકૂળ સંયોગને સુખરૂપ માનવારૂપ મોહ પરિણામ રહેલો હોવાથી તે દુઃખરૂપ છે. પુણ્યના ઉદયરૂ૫ અનુકૂળ પુદ્ગલ સંપન્ન પરરૂપ-પરાધીન સ્વરૂપ હોવાથી દુઃખ રૂપ છે અને તેને ભોગવવાના ભાવ સાથે પ્રવૃત્તિ પણ મોહજન્ય હોવાથી દુઃખ રૂપ છે, તેથી તે સિદ્ધ આત્માની વિરુદ્ધ છે તેથી ત્રણે આત્મગુણોથી વિરુદ્ધ હોવાથી દુઃખરૂપ છે. બીજી રીતે સત્વગુણનું કાર્ય સુખ, તમોગુણનું કાર્ય મોહ, રજોગુણનું કાર્ય દુઃખ આમ ત્રણે વિષમ હોય ત્યારે એકબીજાને અભિભવ કરે. સમાન હોય ત્યારે સત્ત્વગુણમાં સુખ હોય ત્યારે પણ રજોગુણ અને તમોગુણ અંશથી સત્ત્વગુણનો અભિભવ કરે, આથી ત્રણે વિરોધી હોવાથી અને સાથે રહેવાથી એક બીજાને અભિભવ કરે. પુણ્યના ઉદયરૂપ સુખ આ ત્રણ ગુણ યુક્ત તેથી તે દુઃખરૂપ છે.
નમિરાજર્ષિને દાહજ્વર ઉત્પન્ન થયો. દાક્તર શરીરમાં શા માટે થાય? શરીરના સાતાના સુખ માટે શીતળતાનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે, શીતળજળથી વારંવાર સ્નાન, હાથ-પગને ધોવા સાફ કરવા, અંગનાદિ લેપ, તે નિમિત્તે બીજા જીવોને જે કંઈ ત્રાસ-પીડા આપવામાં આવે અથવા પોતાના સ્વાર્થ કે પોતાની અનુકૂળતા કે પાપ છુપાવા બીજાને ભયંકર પીડા, ત્રાસ કે બળતરા થાય તેવી પ્રવૃત્તિ આચરણ કરવામાં આવે તો તેના વિપાકરૂપે દાહ થાય. નાગશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક મુનિ મહાત્માને વહોરાવ્યું અને તે પ્રાણઘાતક મહાવેદનાના કારણભૂત શાકના વહોરાવવાથી, મુનિના પ્રાણ ગયા, અને તે નિમિત્તે નરકાદિ
અજીવ તત્ત્વ | 253