________________
સર્વ પુણ્યફલં દુઃખ, કર્મોય કૃતત્વતા તત્ર દુખપ્રતિકારે, વિમૂઢાનાં સુખવધી:13
(અધ્યાત્મસાર ૧૮-૬૩) સર્વપુણ્યના ઉદયરૂપ સંયોગરૂપ ભોગની સામગ્રી પ્રાપ્તિ થાય તે કર્મજન્ય પરકૃત સુખ. તે માત્ર દુઃખના પ્રતિકારરૂપ હોવાથી મૂઢ જીવોને તેમાં સુખત્વ બુદ્ધિ થાય છે.
જેમ શરીરમાં રોગ ન હોય તો સ્વાભાવિક આરોગ્ય સુખનો અનુભવ થાય તેમ આત્મામાં કર્મકૃત મોહનો કોઈ ઉદય ન હોય તો આત્માના સહજ આનંદસુખનો અનુભવ થાય. જેમ વાતાદિના વિકારથી શરીરનું નિરોગી સુખનું વેદન થતું નથી પણ પીડાનો અનુભવ થાય છે તેમ પુણ્યના ઉદયથી જે ભોગ સામગ્રીની પ્રાપ્તિરૂપ સુંદર દેહાદિ પ્રાપ્ત થાય ત્યારે મોહથી આકુળ થઈ ભોગ પ્રવૃત્તિ કરી, તે વખતે અનુકૂળતામાં સાતાનું અને રતિના સુખનું વેદન કરે તે તેનું સુખ નથી પણ પ્રથમ મોહથી જે વ્યાકુળતા પ્રગટી તે દૂર કરવા તેના પ્રતિકાર રૂપ ભોગની પ્રવૃત્તિ પણ દુઃખરૂપ જ છે. ભોગની પ્રવૃત્તિ ભોગની ઈચ્છાના ક્ષણભર શમનરૂપ છે. ભોગની ઈચ્છા તે મોહના વિકારરૂપ છે. મોહ તે સ્વભાવની વિકૃત્તિરૂપ દુઃખ જ છે. ઈચ્છા તે દુઃખ અને તેનું શમન થાય પણ મોહનો નાશ થતો નથી. તેથી ફરી તેની ઉત્પત્તિ થાય. આથી મોહના શમન પણ ફરી ઉત્પતિના કારણરૂપ હોવાથી તે દુઃખ રૂપ છે. જ્યારે મોહ મૂઢ ક્ષણભર થયેલા તે શમનને જ સુખરૂપ માને છે. પુણ્યથી પ્રાપ્ત સુખ ચાર કારણોથી દુઃખરૂપ છે:
परिणामाच्च तापाच्च, संस्काराच्च, बुधैर्मतम्।। गुणवृत्ति विरोधाच्च, दुःखं पुण्यभवं सुखम्।।
અધ્યાત્મસાર (૧૮-૬૪) ૧) પરિણામથીઃ વધ માટે બકરાના દેહની પુષ્ટિ. પરિણામે અત્યંત દુઃખરૂપ, યજ્ઞ કે બલિ, કે મુસલમાનો બકરી ઈદ માટે બકરાને લીલા ઘાસાદિ ખવડાવીને શરીર લોહીમાં થતી પુષ્ટિ બકરાને પોતાને તાત્કાલિક સુખરૂપ લાગે પણ તે તેના વધ માટે હોવાથી તે પરિણામે તેનું સુખ દારુણ વિપાકવાળુ છે. તે જ રીતે અજ્ઞાન જીવો અનેક જીવોની હિંસા વડે તૈયાર થતાં માંસાદિ મહાવિગઈ રૂપ ભોજન તથા દારૂ આદિ માદક પીણા કે અભક્ષ્ય સચિત્તાદિ ભોજનાદિ વડે શરીર પુષ્ટિ, શરીર
અજીવ તત્ત્વ 251