________________
પરમાણુના જથ્થાને આકારે જેટલા કાળ સુધી રહે તે ત્રિકોણ-ત્રણ ખૂણાવાળું સંસ્થાના
(૪) ચતુષ્કોણ સંસ્થાન : ચાર ખૂણા. ચારે તરફ સમાન હોય. આમ ચારે આંતરા સમાન હોય ત્યારે સમચતુષ્કોણ સંસ્થાન આકાર કહેવાય, તીર્થકર પરમાત્માના શરીરનો આકાર આ આકારે હોય. વિષમ ન હોય. પૂર્વે તેઓએ સમસ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો અને પુદ્ગલભાવોમાં રહેવા છતાં તેનો અતિ આદર ન કર્યો, હેય માન્યો. પણ પૂર્વે સંપૂર્ણ આકારમાંથી નિરાકાર ન થઈ શકયા તેથી તેમને પણ આકારમય સંસ્થાનમાં પૂરાવું પડ્યું. અનુબંધ તો નિરાકારનો જ પાડયો અર્થાત્ દેહાકાર પુદ્ગલ યોગમાં રહેવા છતાં દેહનો રૂપાદિનો આદર નહીં પણ તેમાંથી જલદી છૂટી માત્ર આત્મભાવમાં રહેવાનું પ્રણિધાન મજબૂત હોવાથી, તેના જ અનુબંધ પડવાથી વર્તમાન દેહાદિ પ્રકૃષ્ટ પૌદ્ગલિકયોગ સંબંધ હોવા છતાં આ જ ભવમાં દેહથી આકારાદિ સર્વ પુલ ભાવથી અતીત થઈ ગયા. આવા પ્રભુના ધ્યાનથી આપણામાં પણ દેહાતીત થવાનો ભાવ-રુચિ પ્રગટ થાય તે માટે જિનપ્રભુના દર્શન, વંદન, પૂજનાદિ, વ્યવહાર ધર્મની આરાધનાનું ફરમાન છે. ગૃહસ્થોને દ્રવ્ય ભાવપૂજા અને સાધુને માત્ર ભાવપૂજાની આજ્ઞા (વચનયોગ) પાલનરૂપ ભાવપૂજા છે. મુનિ જિનદર્શન શા માટે કરે?
“પરમ ચરણ સંવર ધરુંજી, સર્વ જાણજિન દિ8; શુચિસમતા રુચિ ઉપજેજી, વેમુનીને ઈ.”
(પૂ. દેવચંદ્રજી મ.સા.) જિનેશ્વર પરમાત્મા ચારિત્રનો સ્વીકાર કરી અપ્રમત્તપણે તેનું પાલન કરી યથાખ્યાત (ક્ષાયિક) ચારિત્રરૂપ વીતરાગ અને તેના ફળરૂપ સર્વજ્ઞ બની ગયા તો તેમના દર્શનથી સાધુ પણ ચારિત્ર (સામાયિક) સ્વીકાર કરે. હવે તેનું અપ્રમત્તભાવે પાલન કરવા વડે (નિરતીચાર ચારિત્ર) યથાખ્યાત ચારિત્ર પાલન કરવારૂપ વીતરાગ થવાનું છે, તથા શ્રુતજ્ઞાન (સ્વાધ્યાય)ની આરાધના વડે સર્વજ્ઞ બનવાનું છે, તેનો સાધુને સતત ઉપયોગ, જાગૃતિ રસ, રુચિ થાય અને તે માટે પ્રયત્નવાળા થઈ અપ્રમત્ત બને તે માટે જિનદર્શન કરવાના છે. પરમાત્માની મુદ્રા સમચતુસ્ત્ર સંસ્થાનરૂપ જોઈ વિચારે કે, પૂર્વે પ્રભુએ ક્ષાયિક સમતાના કેવા અનુબંધ કર્યા કે પ્રભુને સમતામાં સહાયક એવા જ દેહની પ્રાપ્તિ થઈ. તેઓ દેહમાં મોહથી અટવાયા નહીં અને સમતાની અખંડ સાધના કરી. હું પણ દેહ ભાવને ભૂલીને આત્મભાવને
અજીવ તત્વ 227