________________
ભવ-શરીર, પુદ્ગલના પિંડ જે વિવિધ આકારે રૂપે ગોઠવાતા જાય તેમાં જો આત્મા પોતાને ભૂલી જાય તો પુદ્ગલનો આકારાદિનો સ્વભાવ આત્માના સ્વભાવમાં ભેદ કરે. આથી પુદ્ગલના આકારાદિ જોતા જ હું આત્મ દ્રવ્ય નિરાકાર, નિરંજનાદિ રૂપે ઉપયોગ રહેવો જોઈએ, નહીં તો આકારમાં આકર્ષણ રૂપે આદર, બહુમાન, ઉપાદેયતા ભાવ આવતા આત્મા પોતાની વીતરાગતા, નિરાકારતા ભૂલી જાય તે આત્માનો મોટો ગુનો. પુદ્ગલના આકારને જોવું તે આત્માનો ગુનો નથી. શેયના જ્ઞાતા બનવું તે આત્માનો સ્વભાવ છે. પણ નિરાકાર, વીતરાગ આત્માને ભૂલી જવું તે ગુનો છે. આત્મ જાગૃતિ ન રહી અને આત્માને ભૂલી આકારમાં અટવાઈ જઈ અરૂપી આત્મા-રૂપ, આકારાદિ પર્યાયને પામે તેવા કર્મબંધ કરનારો થાય. વિવેકી આત્મા કર્મ છોડનારો થાય અથવા છોડવાના અનુબંધ પાડે. નિસીહ બોલીને પ્રવેશ શા માટે? કોનો નિષેધ સૂચવે છે? જિનાજ્ઞા માત્ર બે સ્વરૂપે, નિષેધવિધાન રૂપ. આત્માના દોષો-નિષેધ રૂપ અને આત્માના ગુણો-તે જ વિધાન કરવા યોગ્ય અર્થાત્ દેહ અને દેહની શોભા શણગારનો નિષેધ અને ગુણોથી આત્માને શોભા શણગારવાનું વિધાન.
નિસિહી વિધાન શા માટે : નિશીહિ બોલીને પ્રભુના ગૃહમાં વ્યવહારે પ્રવેશ છે. નિયથી સ્વાત્મગૃહમાં પ્રવેશ કરવાનો છે. આ લઘુકર્મી આત્માઓને જ જિનાજ્ઞા સ્પર્શે. તેજપાલની પત્ની અનુપમા સંઘ સહિત જુનાગઢ ગયા, ત્યાં તેમનાથ પ્રભુના દર્શન કરતા જ પ્રભુને ઘરેણા વિનાના પણ કેવલજ્ઞાનાદિના ગુણ ઘરેણાથી અત્યંત શોભાયમાન જોઈ તેમનું મન નાચી ઊઠ્યું અને જ્યાં સ્વદેહ પર દષ્ટિ પડી અને ૩ર લાખના કિંમતી હીરા, માણેક, રત્નોના હારથી શોભાયમાન દેહ જોતા નિરીતિનું સ્મરણ થયું. “આ દેહ-હું નહીં. રત્નો આદિના ભારથી મારો આત્મા ભાર વહન કરવારૂપ મજૂર બની ઉપાધિવહન કરનારો બન્યો, કેવલજ્ઞાનાદિ રત્નોને બદલે આ પત્થર રત્નોનો ભાર વહન કરવાના? પ્રભુની નિર્વિકારતા, નિરાગતા, પ્રસન્ન મુદ્રા મળી ગઈ, રત્નો દેહાદિ હેય લાગ્યા, તો તે ભાર ત્યાં ને ત્યાં ઉતારી પ્રભુને તેનાથી સુશોભિત કરી, પ્રભુની દ્રવ્યભક્તિ ભાવપૂર્વક કરી, ઉપાધિનો ભાર ઉતાર્યોનો આનંદ અનુભવ્યો અને તેના બદલામાં કેવલજ્ઞાનાદિ નિરુપાધિક રત્ન પ્રાપ્તિનો અનુબંધ મજબૂત કર્યો.
(૩) ત્રિકોણ સંસ્થાન ઃ ત્રણ ખૂણાવાળો ત્રિકોણ. શિંગોડા રૂપ સંસ્થાના 226 | નવ તત્વ