________________
રૂપ સાથે બંધાયેલી પ્રીતિ રૂપના પરાવર્તનથી પ્રીતિનું પરાવર્તન થાયઃ
જો દેહમાં, રૂપમાં ફેરફાર થાય તો પ્રીતિમાં પણ ફેરફાર. એક યુવાન યુવતી વચ્ચે પ્રેમ બંધાણો. બન્ને ફરવા ગયા. સ્કુટરનું એકિસડન્ટ, યુવતીના મુખમાં કાચ ભરાણા, મહામહેનતે ડોક્ટરોએ તેને બચાવી પણ મોઢાનું રૂપ આખું ફરી ગયું. યુવાન તેનું વિચિત્રરૂપ જોઈ હોસ્પિટલમાં જ યુવતીનું ગળુ દબાવી ભાગી ગયો. જયાં રૂપનું પરાવર્તન થયું ત્યાં પ્રીતિનું પણ પરાવર્તન થતાં વાર ન લાગે. રાજુલને માત્ર નેમનાથ સાથે બાહ્ય સંબંધથી પ્રીતિ નથી, પણ આત્મા સાથે બાંધેલી હોવાના કારણે પ્રભુએ પશુજનનો પોકાર સાંભળી કરુણા હૃદયથી પશુનો પ્રેમ છોડી ન શક્યા પણ રાજુલને છોડી દીધી. પશુ પર જાગેલી કરુણા આગળ વધી અને પોતાને વરેલ રાજુલ પર તે કરુણા ઉભરાણી અને પોતાની સાથે તેમનો દેહ સંબંધ હવે ન બંધાય પણ માત્ર આત્માના સંબંધ માટે પત્ની-પતિના સંબંધનો ત્યાગ કર્યો. રાજુલે પણ ધીરજ ધરી નેમનાથના હાથે આત્માના પ્રતિકરૂપે સર્વ સંબંધો કાપી દીક્ષા સ્વીકારી અને સર્વજીવો સાથે પ્રેમનો સંબંધ બાંધીને તેમનાથ સાથે કાયમી સંબંધરૂપ શિવમંદિરમાં સાથે વાસ કર્યો.
બાહ્યશોભા માટે સંસ્થાન આકાર સારો જરૂરી. તે શા માટે?
જેને સ્વજન-કુટુંબ, પરિવાર, જ્ઞાતિ, સમાજ, દેશાદિમાં સારુ થવું છે કે સારા દેખાવું છે તેને માટે બાહ્ય શોભા પ્રધાન. લોકદષ્ટિથી વસ્તુ વ્યક્તિનું મૂલ્ય બહારથી કરે. ચરમનયણે કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર. (અજિતનાથ સ્તવન-પૂ. આનંદઘનજી મ.સા.) ચામડાની આંખથી જો વસ્તુ-વ્યક્તિને જોવામાં કે મૂલવવામાં આવે તો ચામડાની આંખથી વસ્તુનું જ્ઞાન ઉપરના પર્યાય માત્રનું થાય, દ્રવ્ય અને ગુણથી ન થાય. આથી અલ્પ અને અધૂરા જ્ઞાનના આધારે વસ્તુ કે વ્યક્તિનું સાચું મૂલ્ય ક્યારેય ન થાય. જેનું મૂલ્ય ખોટું અંકાય તેની સાથેનો વ્યવહાર પણ શુદ્ધ ન થાય. બાહ્ય-સંસ્થાન શોભાના બહુમાનથી થતા વ્યવહારમાં ગુણ સાથેની શોભા ઘટે, એટલે નિર્જરાને બદલે બંધની પ્રધાનતા વધે. ફરી જીવને સંસ્થાન આકારમાં ગોઠવવારૂપ નામ કર્મ બંધાય. આત્માનું સાચું મૂલ્ય આંકવા ગુણદષ્ટિ કેળવી પુદ્ગલદષ્ટિ છોડવી જરૂરી.
પરમાત્મા ધ્યાન શેનું અને શા માટે કરે છે પરમાત્માએ દીક્ષા લેતી વખતે જે સાધ્યનું પ્રણિધાન કર્યું તે સાધ્ય પ્રણિધાનનો
અજીવ તત્વ | 207