________________
અરૂપી આત્મા એવો ગોઠવાઈ ગયો છે કે એને પોતાના અરૂપી, નિરાકાર સ્વરૂપનું હવે ભાન પણ ન આવે અને આત્માની સ્થિરતા સંસ્થાનમાં થઈ ગઈ. હવે તેમાંથી નીકળવું મુશ્કેલ. પુરુષવેદ, સ્ત્રીવેદ. બંને સંસ્થાન, બન્નેમાં સિદ્ધાત્મા છે પણ કર્મના કારણે બન્નેને ભિન્ન ભિન્ન આકાર, રૂપ, દેહમાં ગોઠવી દીધા એટલે બન્ને પોતાને જુદા જુદા માને. સંસ્થાનરૂપી પર્યાય પકડીને જીવશે પણ પોતાના ગુણને પકડીને નહીં જીવે. મોહની પીડાને અનુભવવા જીવવું એટલે પર્યાય પદ્ધતિથી જીવવું. હવે દરેકને તેના શરીરના આધારે પડેલા નામ, જાતિ, વેશથી જ બોલાવવાનો વ્યવહાર થાય પણ આત્માના નામથી વ્યવહાર ન થાય. પૂર્વે આર્ય સંસ્કૃતિ આત્માની પ્રધાનતા વાળી હતી તેથી કોઈને નામની પ્રધાનતા નહીં પણ પુરુષને આર્ય અને સ્ત્રીને આર્યા ના નામે જ બોલાવવામાં આવતા. તેથી આત્મા સહજ યાદ આવે, આત્માનું ભાન આવે. લોકોત્તર શાસનમાં તો એકબીજાના કલ્યાણ મિત્ર બનવાની જ વાત હતી. નામ કર્મથી જે કાંઈ મળ્યું તે આત્માએ સ્વીકારી લીધું. જ્યાં સંસ્થાન (આકાર) હોય ત્યાં વર્ણ હોય. રૂપથી આકાર વધારે શોભે, આકર્ષણનું કારણ થાય. માટીનો ઘડો પ્રથમ વિશિષ્ટ રંગ વગરનો બને પછી તેમાં રંગ પૂરવાથી તે વધારે ભાસ્વર-દર્શનીય બને. આત્મા તો આકાર અને રૂપથી રહિત, તે વર્ણથી શોભતો નથી, તે તો તેના ગુણોથી વિશિષ્ટ શોભા પામે છે. ઋષભ પ્રભુ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાથી શોભે તે ઋષભ. આથી ઋષભ જિનેશ્વર પ્રિતમ મ્હારો ઔર ન ચાહુ કંત. “જ્ઞાનાદિ ગુણોથી શોભતા મારા ઋષભ (આત્મા) સિવાય હું કોઈ કંતને-પ્રિયતમને ઈચ્છતો નથી. વ્યવહારે ઋષભદેવ અને નિશ્ચયે પોતાનો આત્મા તેને બદલે હવે જીવ બહાર રૂપવાન, આકારવાન એવા પ્રિયતમની શોધમાં ભટકે છે. આત્મા દેહમાં સ્થિરતા પામે, દેહની સાથે પ્રીત બંધાય છે.
પ્રીત-સગાઈરેજગમાં સહુ કરેરે પ્રીત સગાઈ ન કોય. પ્રીતસગાઈરેનિરૂપાધિક કહીર;સોપાધિક ધન ખોય.
(પૂ. આનંદઘનજી મહારાજ) આત્માની અજ્ઞાનતાના કારણે જગતના જીવો આત્માના ગુણો સાથે પ્રીતિ બાંધવાને બદલે કર્મભનિત જે બાહ્ય ઉપાધિરૂપે દેહ, રૂપ, આકાર, નામ, જાતિ, ધન-વૈભવાદિ પ્રાપ્ત થયા છે તેના બહુમાનથી તેની સાથે પ્રીતિ બાંધે જે ઉપાધિજન્ય છે. તેનાથી આત્માનું ગુણ વૈભવરૂપી ધન ખોવાયું છે. 206 | નવ તત્ત્વ