________________
જિનશાસન અને મોહનું શાસન આત્મામાં ચારે :
જ્ઞાનાદિગુણ રૂપે જે આત્મસ્વભાવ પ્રમાણે વર્તે તે જિનશાસનમાં અને વર્ણગંધાદિ ગુગલગુણ રૂપે જે વર્તે તે મોહના શાસનમાં છે. મોહ જેના કારણે પ્રગટ થાય છે તે પુદ્ગલના પરિણામો ગતિબંધ રુપે થાય. બંધનો ભેદ થાય છે. બંધ અને ભેદના કારણે સંસ્થાન બને છે. વર્ણ આકારમાં વર્ણ ગોઠવાય છે. જે આકારને શોભાવે તેનું નામ વર્ણ છે. વર્ણનો શોભા માટે જ આપણે ઉપયોગ કરીએ છીએ. નામકર્મના ઉદયથી આપણને એક આકાર (સંસ્થાન) મળ્યું. તેમાં ફરી નામ કર્મના ઉદયથી વર્ણ મળ્યો. વર્ણ પાંચ પ્રકારે. (લાલ, લીલો, પીળો, કાળો, સફેદ) તેને આપણે શોભારૂપ માની- પુદ્ગલના પરિણામને આત્માએ પોતાનું માની લીધું માટે તે સતત સુખી દુઃખી બન્યા કરે છે. વધારે શોભા થઈ તો રાજી અને શોભા જરાક ઘટી તો નારાજી. બસ આખો દિવસ આત્મા આ ચક્રમાં ફસાયને ભયંકર પીડા પામી રહ્યો છે ને અનેકની પીડામાં નિમિત્ત બની રહ્યો છે. આત્મા ભૂલ કરી રહ્યો છે. મોહને આધીન બન્યો છે ને તેના પર બીજાના સિક્કા મરાવીને ભૂલ પર ભૂલ કરી રહ્યો છે. પોતાને ગમ્યું તે બીજાને બતાવી બતાવીને તેમના અભિપ્રાય પૂછી પૂછીને તેમના સિક્કા મરાવીને રાજી, પણ જે આત્મા સાવધાન હોય તે ફસાય નહીં અને બીજાને ચેતવે કે ભાઈ! આ તો બધી પુદ્ગલની બાજી છે.
અરિહંતનું સાલંબન ધ્યાન શા માટે દરેક દ્રવ્યનો સ્વભાવ છે કે બીજાના સ્વભાવમાં ડખલગિરિ ન કરવી, કર્મયુકત જીવ સિવાય બીજા આકાશાસ્તિકાયાદિ બધા દ્રવ્યો જડ હોવા છતાં પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. સિદ્ધ અને કેવલી સિવાયના જીવ પોતાના સ્વભાવમાં ન રહ્યા માટે પર ઘરમાં ગયા એ એનો મોટો ગુનો છે અને તેના માટે શાસન છે અર્થાત્ સ્વસ્વભાવમાં ન રમતા જીવોને સ્વસ્વભાવમાં લાવવા માટે અને સ્વસ્વભાવમાં રમવાર્થે જિનઆશા ધ્યાનની છે. પુદ્ગલ ભાવમાંથી છૂટવા સાલંબન અને સ્વસ્વભાવમય બનવા નિરાલંબન ધ્યાન ફરમાવ્યું.
રૂપ અને આકારમાં અટવાયેલા આત્માને સંસ્થાના સ્વરૂપની વિચારણા જરૂરી :
અરૂપી આત્મા પોતાના કરેલા કર્મના અનુસાર તે કર્મને ભોગવવા માટે નામ કર્મ જુદા જુદા આકાર ને સ્થાનમાં ગોઠવી દે છે. સંસ્થાન (આકાર) રૂપ સંસારમાં
અજીવ તત્ત્વ | 205