________________
ગોશાલાને બચાવ્યો, ત્યારે પૂર્ણ વીતરાગતા નહતી, ભાવ કરુણા હતી. વીતરાગતા પ્રગટ થયા પછી કરુણા ગઈ, ભાવ ગયો તેથી ગોશાલાએ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બે મુનિ પર તેજો વેશ્યા છોડીને બાળી નાખ્યા ત્યારે પરમાત્માએ તેમને ન બચાવ્યા. જેમાંથી રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે તે વીતરાગત છે. ઠેષ મા ગુણઠાણે જાય અને રાગ ૧૦મા ગુણઠાણે જાય છે. તીર્થકરોનો આત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે તીર્થકર નામકર્મના પ્રદેશોદયના પ્રભાવે સાતે નરકમાં અજવાળા થાય અને નારકીના જીવને સાતા મળે છે, માટે વ્યવહારથી કરુણાના સાગર કહેવાય.
મૈત્યાદિ ભાવપૂર્વકના ધર્મને વ્યવહાર ધર્મ કહેવાય, કારણ કે એ સ્વભાવ સન્મુખ લઈ જાય છે. સમતા એ સાધ્ય છે. આત્માનો મુખ્ય સ્વભાવધર્મ તે સમતા. જીવ માત્રને સમાન દષ્ટિથી જોવા અને કર્મકૃત બાહ્ય અવસ્થા સાથે ઓચિત્ય પૂર્વક વ્યવહાર કરવો.
કમઠના ઉપસર્ગમાં પાર્થ પ્રભુ સમતામાં કેમ રહી શકયા?:
કોઈપણ જીવ પ્રત્યે ભેદભાવ ન રહે ત્યારે સમતા આવી કહેવાય. નિગોદના આત્મા, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવાત્મા, તીર્થકર કે પાપી આત્મા હોય ત્યાં દરેકમાં સિદ્ધનો આત્માદેખાય ત્યારે સમતા આવી કહેવાય. પાર્થ પ્રભુને કમઠ અને ધરણેન્દ્ર બંને ઉપસર્ગ આપે છે. ભેદ એટલો જ છે કે એક પ્રતિકૂળ ઉપસર્ગ આપે છે અને બીજો અનુકૂળ ઉપસર્ગ આપી રહ્યો છે. બંનેમાં સિદ્ધત્વ સમાન જોયું. બંનેની સ્થિતિ જૂદી છે. એક મિથ્યાત્વના કારણે ઉંધી પ્રવૃત્તિ કરી રહ્યો છે બીજો સમકિતના કારણે ભક્તિ કરી રહ્યો છે, બંને પોતપોતાની સમજ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. હું સત્તાએ જિન છું અને હમણાં જિનપણું પ્રગટ કરવા નીકળ્યો છું તો મારે માત્ર શેયના જ્ઞાતા તરીકે જોવાનું છે, પણ સારા નરસાનો થપ્પો મારવાનો નથી. રાગદ્વેષનું પ્રબળમાં પ્રબળ નિમિત્ત મળ્યું છતાં એમણે ત્યાં એમને સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે જોયા અને વીતરાગતા પ્રમાણે વ્યવહાર કર્યો. રાગદ્વેષ ન કર્યો તો વીતરાગતા પ્રગટ થઈ. પરમાત્માએ કમઠ અને ધરણેન્દ્રને સર્વજ્ઞની દષ્ટિએ જોયા, આપણે ચામડીની દષ્ટિથી જોઈએ છીએ માટે રાગદ્વેષ, સારા નરસાના પરિણામો થાય છે. સર્વશની દષ્ટિમાં સત્તાએ બંનેના આત્મા સિદ્ધ છે એમ જાણ્યું. પરમાત્મામાં સત્તામાં રાગદ્વેષ તો હતા જ, જો રાગને સ્પર્યા હોત તો ધરણેન્દ્રની ભકિત જોઈ તેના પ્રત્યે બહુમાન આવી જાત અને કમઠ પ્રત્યે દ્વેષનો પરિણામ આવી જાત. પણ પરમાત્માએ સિદ્ધત્વ જોયું તેથી રાગદ્વેષને બદલે નિર્જરા થઈ ગઈ, વીતરાગતા પ્રગટી ગઈ. 202 | નવ તત્ત્વ