________________
સમતાગુણ રૂપે ધર્મ આત્મામાં પડેલો છે અને તેને પ્રગટાવવા માટે સામાયિક વ્યવહાર ધર્મ સર્વજ્ઞોએ ફરમાવ્યો છે. કટાસણું, ચરવડો કે મુહપત્તિ સાધન માત્રથી વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કરવાથી સામાયિક ધર્મ થઈ જતો નથી. પણ સમતા પરિણામરૂપ ધર્મ સામાયિકની ક્રિયા-વિધિમાં જોડાય- અનુભવાય તો તે સામાયિક ધર્મ બને નહીં તો દ્રવ્ય ધર્મ કહેવાય. • સંસાર ચાર પ્રકારે માટે મોક્ષ ચાર પ્રકાર:
સંસાર ચાર પ્રકારનો છે માટે મોક્ષ પણ ચાર પ્રકારનો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારનો સંસાર છે. ધર્મ કરતી વખતે મોક્ષનો ઉપયોગ રાખવો પડે. કોનો મોક્ષ કરવાનો છે? ધર્મ શું છે? તેનો ઉપયોગ શું છે? સંસાર અને મોક્ષ બંને આત્મામાં જ છે છતાં આપણે સંસારને આત્માની બહારમાં માનીએ. સ્વજન, પરિવાર, ધનાદિ છોડી દીધા એટલે સંસાર છૂટી ગયો એમ સમજીએ છીએ. વ્યવહારનું ફળ વ્યવહાર જ મળશે. શુભ ક્રિયા કરી તેથી શુભ કર્મ બંધાયા. કર્મનો સંબંધ એ જ સંસાર. કર્મનું કારણ કષાય, એ પણ સંસાર છે. કષાય છૂટે તો જ કર્મનો સંબંધ છૂટે એટલે નિર્જરા થાય, તે જ મોક્ષ. એટલે સર્વશે જે કહ્યું છે એનાથી ઉંધું સમજાવે અને તેની જ રુચિ કરાવે તે મિથ્યાત્વ નામનો સંસાર છે અને એ સંસારનું મૂળિયું છે. મિથ્યાત્વ આત્મામાંથી જાય તો આત્માને આત્માના ગુણો સિવાય કયાંય રુચિ થાય જ નહીં. આત્મા પોતાના ગુણો સિવાય અન્ય કોઈના ગુણોને ભોગવી શકતો નથી તો પછી એ પુદ્ગલ દ્રવ્યના ગુણોને કઈ રીતે ભોગવી શકે? જીવ દ્રવ્ય રૂપે સમાન હોવા છતાં એક જીવ બીજા જીવના ગુણોને પણ ભોગવી શકતો નથી, માટે જ આત્માને પોતાના જ ગુણોની જ રુચિ થશે. સમાન ધર્મી જીવ દ્રવ્યની આત્માની ઉપેક્ષા કરે તો તે પોતાના ગુણોની જ ઉપેક્ષા કરે છે. વ્યવહારથી ઉપેક્ષા કરે ત્યારે પણ પોતાના કરુણાના પરિણામની ઉપેક્ષા થાય માટે વ્યવહારથી પણ ઉપેક્ષા ન કરાય, આત્માના કરુણાના પરિણામની રક્ષા માટે વ્યવહારથી પણ કરુણા કરવાની છે. કરુણાનો વ્યવહાર પણ આત્મા જયાં સુધી પૂર્ણ વીતરાગતા ન પામે ત્યાં સુધી કરે.
પરમાત્મા દીક્ષા લઈને ૭મે ગુણઠાણે પહોંચે, અપ્રમત્ત સાધના વીતરાગતાના લક્ષે જ કરે. ગોશાળો સાથે હતો તેણે યુકાશય્યાતરને છંછેડયો ત્યારે તેણે ગોશાલા પર તેજોલેશ્યા છોડી, તે વખતે પરમાત્માએ પ્રતિપક્ષ શીત લેશ્યા મૂકીને બળતા
અજીવ તત્ત્વ | 201